Huma@28 : જાણો ગૅંગ્સ ઑફ વાસેપુર Girl વિશે 10 Secrets
મુંબઈ, 28 જુલાઈ : ગૅંગ્સ ઑફ વાસેપુર ગર્લ હુમા કુરૈશીનો આજે 28મો જન્મ દિવસ છે. તાજેતરમાં જ હુમાએ જણાવ્યુ હતું કે તેઓના લગ્ન 2018માં થશે. હુમાએ એક જ્યોતિષના હવાલાથી આ વાત કહી હતી. હવે હુમાએ આવો ખુલાસો કેમ કરવો પડ્યો, તે તો ભગવાન જાણે.
દિલ્હી ખાતે 28મી જુલાઈ, 1986ના રોજ એક મુસ્લિમ પરિવારમાં જન્મેલા હુમા કુરૈશીના પિતા સલીમ કુરૈશી રેસ્ટોરંટ શ્રેણી ચલાવે છે, તો માતા અમીના કુરૈશી કાશ્મીરી છે. તેઓ હાઉસવાઇફ છે. હુમાના ત્રણ ભાઇઓ નઇમ કુરૈશી, હસીન કુરૈશી અને એક્ટર સાકિબ સલીમ છે.
હુમાએ ફિલ્મોમાં આવતા પેલા મૉડેલિંગ કરી હતી. હુમા કુરૈશી છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મો કરતા અનુરાગ કશ્યપ અને તેમના પત્ની કલ્કી કોચલીન વચ્ચે ઊભા થયેલ મતભેદોના કારણે વધુ ચર્ચામાં રહેતા આવ્યાં છે. અનુરાગ-કલ્કી સંબંધ વિચ્છેદ માટે ઘણી વાર હુમાના અનુરાગ સાથેના કથિત સંબંધને જવાબદાર ગણાવાયા છે.
હુમા કુરૈશીએ ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તથા બેસ્ટ ફીમેલ ડેબ્યુ કૅટેગરી (ફિલ્મફૅર સહિત) ઍવૉર્ડ્સ મળ્યા હતાં. હુમા આ ફિલ્મની સિક્વલમાં પણ હતાં. હુમાની છેલ્લી ફિલ્મ ડેઢ ઇશ્કિયા હતી.
ચાલો જોઇએ Birthday Girl હુમા કુરૈશી વિશેના 10 રહસ્યો :

હુમાના લાંબા પગ
હુમાએ સ્વીકાર્યુ કે તેઓ અસામાન્ય રીતે લાંબા પગ ધરાવે છે.

આમિર પ્રથમ કો-સ્ટાર
હુમાએ પહેલું એક્ટિંગ બ્રેક આમિર ખાન સાથે એક સૅમસંગ એડમાં મેળવ્યુ હતું.

અનુરાગે બૉલીવુડ બ્રેક આપ્યુ
હુમા કુરૈશીને પહેલુ બ્રેક આપનાર અનુરાગ કશ્યપ હતાં. હુમાની પહેલી એડનું શૂટિંગ અનુરાગે કર્યુ હતું અને પછી ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મમાં બ્રેક પણ અનુરાગે જ આપ્યુ હતું.

સેંસિટિવ ગર્લ
હુમા કુરૈશી સેંસેટિવ ગર્લ છે અને ઇમોશનલ હાર્ટ ધરાવે છે.

અફૅર
હુમા કુરૈશીનું ફૅશન તથા બૉબી જાસૂસ એક્ટર અરજન બાજવા સાથે અફૅર હોવાનું ચર્ચાય છે.

બાળપણનું સ્વપ્ન
હુમાને બાળપણથી જ બૉલીવુડ ફિલ્મો જોવાનો શોખ હતો અને એક અભિનેત્રી બનવાનું સ્વપ્ન તેઓ સેવતા હતાં.

પૉપ્યુલર ગર્લ
હુમા કુરૈશી એડ-મેકર્સમાં પૉપ્યુલર પસંદગી હતાં. તેમણે અનેક જાહેરખબરોમાં કામ કર્યુ છે.

શાહરુખ સાથે
હુમાએ નેરોલૅક એડમાં શાહરુખ ખાન સાથે પણ એક્ટિંગ કરી છે.

બૅકગ્રાઉન્ડ
હુમાએ સ્વીકાર્યુ હતું કે તેઓ એક મધ્યમ વર્ગીય રુઢિવાદી પરિવારમાંથી આવે છે અને જ્યારે તેમણે ફિલ્મોમાં આવવાની વાત કરી, ત્યારે સમાજના લોકો ચોંકી ગયા હતાં.

શૈક્ષણિક લાયકાત
હુમા કુરૈશીએ ઇતિહાસ સાથે ગ્રેજ્યુએશન કર્યુ છે. હુમાએ જણાવ્યુ હતું કે તેઓ શિક્ષણ પ્રત્યે ખૂબ જ ધગશ ધરાવતા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
