હમ આપકે હૈં કૌન@20 : નદિયા કે પારની Remake With Differents!
મુંબઈ, 5 ઑગસ્ટ : ક્લાસિક બૉલીવુડ મૂવી હમ આપકે હૈં કૌન 20 વર્ષની થઈ ગઈ છે. હમ આપકે હૈં કૌન એટલે કે એચએએચકે 5મી ઑગસ્ટ, 1994ના રોજ રિલીઝ થઈ હતી. આ એવી ફિલ્મ હતી કે જે તે વખતની ઑલટાઇમ હાઇએસ્ટ-ગ્રોસિંગ ફિલ્મ સાબિત થઈ હતી. સૂરજ બરજાત્યા દિગ્દર્શિત ફિલ્મ હમ આપકે હૈં કૌન વિશે તે સમયે કહેવાયુ હતું કે તે રાજશ્રી પ્રોડક્શન હેઠળ જ નિર્મિત નદિયા કે પારની રીમેક હતી.
પરંતુ જ્યારે સૂરજ બરજાત્યાની આ ફિલ્મ હમ આપકે હૈં કૌન ટેલીવિઝન પર આવી, ત્યારે વારંવાર જોયા બાદ ખબર પડી કે તેમાં સુપર્બ કાસ્ટ, એક્ટિંગ, સ્ટોરી, સૉંગ્સ અને ડાન્સ છે અને ભલે તેનું પ્લૉટ નદિયા કે પાર સાથે મળતુ આવે, પણ હમ આપકે હૈં કૌન અલગ જ ફિલ્મ છે.
સલમાન ખાન અને માધુરી દીક્ષિત અભિનીત હમ આપકે હૈં કૌન ફિલ્મને આજે 20 વર્ષ થઈ ગયાં. આ પ્રસંગે અમે આપના માટે લઈ આવ્યા છીએ આ ફિલ્મના ખાસ જોવાલાયક અને યાદગાર રંગો.
ચાલો, તસવીરો સાથે જઇએ હમ આપકે હૈં કૌનની તસવીરી યાદોની સહેલે :

કલાકારો
સલમાન ખાન, માધુરી દીક્ષિત, આલોક નાથ, રીમા લાગૂ, મોહનીશ બહલ અને રેણુકા સહાણે જેવી પાવરફુલ સ્ટારકાસ્ટ ધરાવતી હતી હમ આપકે હૈં કૌન.

ગીતો
હમ આપકે હૈં કૌનની સફળતામાં ગીતોનો મહત્વનો ફાળો હતો. ફિલ્મમાં 14 ગીતો હતા અને લતા મંગેશકર તથા એસ પી બાલસુબ્રહ્મણ્યમના અવાજે જાદૂ ચલાવ્યો હતો.

માધુરીની એન્ટ્રી
માધુરીની એન્ટ્રી ધમાકેદાર હતી.

માધુરીની સાડી
દીદી તેરા દેવર દીવાના... ગીતમાં માધુરીની પર્પલ સાડી ટ્રેન્ડ બની ગઈ હતી. એટલુ જ નહીં, આ સાડી માધુરી દીક્ષિત અને હમ આપકે હૈં કૌનનું ટ્રેડમાર્ક બની ગઈ હતી.

પ્રેમ
માધુરી-સલમાનનો ઑન-સ્ક્રીન રોમાંસ લાજવાબ હતો કે જેને વારંવાર જોવાનું આપણને મન થાય.

ખાંસી
ઉહું.. ઉહું.. માધુરી દીક્ષિતની આ ખાંસી લોકોને ગમી ગઈ હતી અને ફિલ્મમાં સલમાન-માધુરી એક-બીજાને ફોન કરતી વખતે ખાંસીના આવા સંકેત દ્વારા એક-બીજાની ઓળખ આપતાં.

સ્લિંગ્સહૉટ હિટ
આ દૃશ્ય હમ આપકે હૈં કૌનનું ક્લાસિક દૃશ્ય હતું કે જે ઘણી વખત દોહરાવવામાં આવે છે.

કુશળ અનુપમ
અનુપમ ખેરે પોતાની એક્ટિંગ સ્કિલ વડે મનોરંજનનો ઉમેરો કર્યો હતો.

મૅન્ડોલિન
સલમાન ખાન ફિલ્મમાં મૅન્ડોલિન સાથે દેખાયા હતાં.

ચૉકલેટ્સ
તેમાં કોઈ આશ્ચર્ય નથી કે કોઈ પણ યુવતી-સ્ત્રી માટે ચૉકલેટ અને આઇસક્રીમ ફૅવરિટ હોય છે. માધુરીનો ચૉકલેટ પ્રેમ આપણને હમ આપકે હૈં કૌન જોવા ઉત્પ્રેરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
