ક્રિષ 4માં ઋતિક રોશન ટ્રિપલ રોલમાં? ખુદ એક્ટરે કહ્યું અફવા..
ક્રિષ 4માં ઋતિક રોશન ટ્રિપલ રોલમાં? ખુદ એક્ટરે કહ્યું અફવા..
ઋતિક રોશન સુપર 30થી બૉક્સ ઑફિસ પર સુપરહિટ ધમાકો કરી ચૂક્યા છે. 2 ઑક્ટોબરે ટાઈગર શ્રોફ સાતે તેમની ફિલ્મ વૉર રિલીઝ થનાર છે. આ બધાની વચ્ચે ઋતિક રોશન સામે કેટલીયવાર આ સવાલો ઉઠ્યા કે આખરે તે ક્યારે ક્રિષ 4 ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. પાછલા વર્ષે એક્ટર ઋતિક રોશનના જન્મદિવસ પર તેમના પિતા રાકેશ રોશને ક્રિષ 4ને 2020 ક્રિસમસ પર રિલીઝ કરવાની ઘોષણા કરી. હાલમાં જ ઋતિકે એક ઈન્ટર્વ્યૂમાં ખુલાસો કર્યો કે ક્રિષ 4 બની રહી છે.

ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ
આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ ફાઈનલ સ્ટેજ પર છે અને વૉર બાદ ઋતિકનું ફોકસ કેરેક્ટરની તૈયારીમાં હશે. ક્રિષ 4માં ઋતિકના કેરેક્ટરને લઈ દૈનિક ભાસ્કરે એક રિપોર્ટ પ્રકાશિત કરી છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ઋતિકથી ફેન્સ નિરાશ થઈ શકે છે.

પપ્પા ઠીક થતાં જ ક્રિષ 4
દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં ઋતિક રોશને કહ્યું કે ક્રિષ 4ની કહાની લખવામાં આવી ચૂકી છે. હાલમાં જ પિતા રાકેશ રોશનના કેન્સરની ટ્રીટમેન્ટ થઈ છે. તેમનું સ્વાસ્થ્ય સારું થવાનો ઈંતેજાર કરી રહ્યો છું. તેમના એક્શન મોડમાં આવતાં જ સીરીઝની શરૂઆત થઈ જશે.

નેગેટિવ રોલ સાથે ટ્રિપલ
પોતાના કેરેક્ટર વિશે ખુલાસો કરતા ઋતિક રોશન કહે છે કે આ ફિલ્મને લઈ કેટલાય પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે કે આમાં મારો નેગેટિવ રોલ હશે. હું એક સાથે ટ્રિપલ કેરેક્ટર નિભાવતો સ્ક્રિન પર જોવા મળીશ.

આ હવે અફવા
પોતાના કેરેક્ટરની અફવાને ખોટી ગણાવતા કહે છે કે ક્રિષ 4માં મારો ડબલ રોલ નહિ બલકે આ વખતે હું સિંગલ રોલમાં છું. જોવામાં આવે તો ક્રિષ 3માં રોહિત મેહરાનું કેરેક્ટર મરી ચૂક્યું હતું. એવામાં 4માં એકથી વધુ રોલ ન થઈ શકે.

રિલીઝ ડેટ આગળ વધી શકે છે
હાલમાં જ અન્ય એક ઈન્ટર્વ્યૂમાં ઋતિકે કહ્યું હતું કે આ બધું આગળની ચીજો પર આધાર રાખે છે. જો ક્રિષ 4 પહેલા કોઈ અન્ય ફિલ્મની શરૂઆત કરું છું તો આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધી શકે છે.

શાનદાર ફિલ્મ
આમતો આગામી સમયમાં ઋતિક રોશન પાસે શ્રેષ્ઠ ફિલ્મો છે. સુપર 30 બાદ તે ટાઈગર શ્રોફ સાથે વૉરમાં જોવા મળશે. બંનેને એકસાથે જોવા માટે ફેન્સ ભારે ઉત્સાહિત છે. આ ફિલ્મ 2 ઑક્ટોબર 2019ના રોજ રિલીઝ થશે.

આટલી કમાણી કરી ચૂકી છે
જણાવી દઈએ કે રાકેશ રોશન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ ક્રિષ 3 ઋતિક રોશનના કરિયરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ક્રિષ 3એ 240 કરોડની કમાણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
