Pics : હવે 4 સપ્તાહ સુધી પરિવાર સાથે રહેશે ડુગ્ગૂ
મુંબઈ, 12 જુલાઈ : ગુરુવારે બૉલીવુડના હૅન્ડસમ હીરો હૃતિક રોશન ઉર્ફે ડુગ્ગૂને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. અસ્પતાલમાંથી ઘરે જવાની ખુશી હૃતિકના ચહેરા ઉપર સ્પષ્ટ જોઈ શકાતી હતી. તેઓ જ્યારે હૉસ્પિટલમાંથી બહાર આવ્યાં, ત્યારે તેમનુ માથું ઢંકાયેલું હતું અને આંખે કાળા ચશ્મા હતાં, પરંતુ તેમની સુંદરતામાં કોઈ ફરક દેખાતો નહોતો.
હૃતિક રોશન ગઈકાલે મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાંથી તેવા જ અંદાજમાં બહાર આવ્યાં કે જેવા તેઓ કાયમ પોતાના ફૅન્સને દેખાતાં હોય છે. તેમણે હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બહાર આવી પોતાના ફૅન્સને હાથ બતાવી અભિવાદન કર્યું કે જેઓ હૉસ્પિટલની બહાર તેમના વહેલામાં વહેલી તકે સાજા થવાની દુઆ કરી રહ્યા હતાં.
દરમિયાન હૃતિક રોશન હવે પૂર્ણત્વે સાજા છે. તેમણે ચાર સપ્તાહ સુધી આરામ કરવો પડશે. હૃતિક હવે લગભગ એક માસનો સમય પોતાના બાળકો અને કુટુમ્બ સાથે પસાર કરશે અને મસ્તી કરશે. હૉસ્પિટલમાં બાળકો રેહાન તથા હૃદનને મિસ કરતાં હૃતિક રોશને નાનકડી કવિતા પણ લખી હતી.
હૃતિકના મગજમાં એક બ્લડ ક્લૉટ હતો કે જેને કાઢવા માટે આ સર્જરી જરૂરી હતી. હૃતિકને થોડાંક દિવસ અગાઉ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામાં ઈજા પહોંચી હતી અને તેથી આ સર્જરી કરાવવી પડી. હૃતિક રોશનની આગામી ફિલ્મ ક્રિશ 3 પણ ટુંકમાં જ રિલીઝ થવાની છે.

હૉસ્પિટલમાંથી રજા મળી
હૃતિક રોશનને ગુરુવારના રોજ હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ. બ્રેન સર્જરી બાદ પણ હૃતિક સાવ સામાન્ય દેખાતા હતાં.

બહુ ખુશ હતાં હૃતિક
હૉસ્પિટલમાંથી બહાર નિકળતી વખતે હૃતિકના ચહેરા ઉપર આનંદ જોઈ શકાતો હતો. તેઓ હૉસ્પિટલમાં પરિવારને મિસ કરી રહ્યા હતાં.

અભિવાદન કર્યું
હૃતિક રોશન હૉસ્પિટલની બહાર તેમના માટે દુઆ કરતાં ફૅન્સનું અભિવાદન કર્યું અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

પિતા-પત્ની સાથે
હૃતિક રોશન સાથે પત્ની સુઝાન રોશન તથા પિતા રાકેશ રોશન પણ હતાં. હૉસ્પિટલમાં પણ આ બંને હૃતિક સાથે ખડેપગે રહ્યાં.

ચાર સપ્તાહનો આરામ
બ્રેન સર્જરી બાદ તબીબોએ હૃતિકને ચાર સપ્તાહના આરામની સલાહ આપી છે. અત્યંત વ્યસ્ત કલાકાર ગણાતાં હૃતિક હવે લગભગ એક માસ સુધી પોતાના પરિવાર સાથે મોજ-મસ્તી કરી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
