Hrithik Net Worth: ઋતિક રોશનની પહેલી સેલેરી 100 રુપિયા, હવે તેની પાસે ઘર છે 100 કરોડનુ ઘર
બૉલિવુડ સ્ટાર ઋતિક રોશન આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ તેની કુલ સંપત્તિ વિશે.
Hrithik Roshan Birthday: બૉલિવુડ સ્ટાર ઋતિક રોશન આજે 10 જાન્યુઆરીએ તેમનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કહો ના પ્યાર હેથી સુપર 30 સુધી ઘણી સુપર હીટ ફિલ્મો આપનાર ઋતિકે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા. પરંતુ આજે તેની પાસે આલીશાન ઘર સાથે ઘણી લક્ઝરી ગાડીઓ છે. આવો જાણીએ ઋતિકના જન્મદિવસે તેની સંપત્તિ વિશે.

ઋતિક રોશનની પહેલી કમાણી
ઋતિક રોશને 7 વર્ષની ઉંમરે આશા ફિલ્મમાં ડાન્સ કર્યો હતો. જેના માટે તેને કુલ 100 રૂપિયા ફી મળી હતી. આ પછી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દી શરૂ થઈ. આ સિવાય ઋતિક રોશને તેના પિતા રાકેશ રોશનના આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યુ છે. તે પછી, તે ધીમે ધીમે તેની સફળતાની સીડી પર ચઢી ગયો.

ઋતિકની કુલ સંપત્તિ
સૌથી વધુ ફી લેનારા કલાકારોમાં ઋતિક રોશનનુ નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઋતિક 370 મિલિયન ડૉલરની કુલ સંપત્તિનો માલિક છે. એટલે કે અભિનેતાની પાસે ભારત મુજબ 2700 કરોડની સંપત્તિ છે.

આટલી ફી લે છે ઋતિક રોશન
ઋતિક રોશન એક ફિલ્મ માટે લગભગ 35 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે ઘણી જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. તે કોઈપણ એક પ્રોડક્ટના પ્રમોશન માટે 8થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની મોટાભાગની કમાણી ફિલ્મોમાંથી જ આવે છે. વર્ષમાં તેની એક-બે ફિલ્મો જ રિલીઝ થાય છે.

ઋતિક છે મોટા બિઝનેસમેન
આ સિવાય ઋતિક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. આ ઉપરાંત તે ખૂબ મોટા બિઝનેસમેન છે. મુંબઈ અને દિલ્લીમાં પણ તેની ઘણી રેસ્ટોરાં છે. જેના કારણે તેની આખા વર્ષની કમાણી લગભગ 180 કરોડ થઈ જાય છે. એકંદરે, ઋતિક રોશનની ગણતરી સિનેમા જગતમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં થાય છે.

ઋતિકની સંપત્તિ
બૉલિવુડના મોસ્ટ સ્ટાઇલિશ એક્ટર ઋતિક રોશન પાસે પણ 100 કરોડથી વધુની કિંમતનુ આલીશાન ઘર છે. એટલુ જ નહિ જૂહુ-વર્સોવા લિંક રોડ પર ઋતિક પાસે બે અપાર્ટમેન્ટ અને એક ફ્લેટ છે. જે તેણે ભાડે આપ્યા છે. મુંબઈ ઉપરાંત ઋતિક રોશનની દિલ્લી, બેંગ્લોરના પૉશ વિસ્તારોમાં પણ પ્રોપર્ટી છે. જેની કિંમત કરોડોમાં છે.

કાર કલેક્શન
અન્ય કલાકારોની જેમ ઋતિક રોશનને પણ લક્ઝરી વાહનોનો શોખ છે. તેના કાર કલેક્શન વિશે વાત કરીએ તો અભિનેતા પાસે ફરારી, વૉલ્વો, ઑડી, મર્સિડીઝ અને પૉર્શે જેવા લક્ઝરી વાહનો છે. જેની કિંમત 25 કરોડ અને તેનાથી વધુ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
