અંબાણીમાં ફંક્શન માટે શાહરૂખ, સલમાન અને આમિર ખાને કેટલા રૂપિયા લીધા, આખરે થઈ ગયો ખુલાસો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન સતત છવાયેલુ રહ્યું. અહીં ખાન ત્રિપુટીએ એક સાથે ડાન્સ કર્યો હતો. અહેવાલો છે કે આના માટે તેમને મોટા રૂપિયા વસુલ્યા છે.
અંબાણી પરિવારના ફંક્શનમાં ત્રણેય ખાનને સ્ટેજ પર ડાન્સ કરતા જોઈને ધણા લોકોને આશ્ચર્ય થયુ. આ દ્રશ્ય ઘણા વર્ષો પછી જોવા મળ્યું. આ સ્થિતિમાં કેટલીક જગ્યાએ એવી પણ ચર્ચા થઈ રહી છે કે ત્રણેયએ ડાન્સ અને ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે મોટી ફી લીધી છે.

સોશિયલ મીડિયા પર આ મુદ્દે ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સંપૂર્ણ રીતે સાચું નથી. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને રામ ચરણને આ ડાન્સ માટે કોઈ પૈસા મળ્યા નથી. આ માત્ર અફવા છે, આ બધા સ્ટાર્સને એક પણ રૂપિયો નથી મળ્યો.
રિપોર્ટ અનુસાર, ત્રણેય ખાને સ્ટેજ પર સાથે ડાન્સ કરવાનો પ્લાન નહોતો કર્યો, આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો. એટલું જ નહીં રામ ચરણને નાટુ-નાટુ પર ડાન્સ કરવા માટે સ્ટેજ પર બોલાવવાનો અચાનક નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઈવેન્ટ માટે તેમને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે આ સમાચાર એટલા માટે ફેલાવવામાં આવી રહ્યા છે જેથી લોકોનું ધ્યાન ખેંચાય.
જણાવી દઈએ, કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી શરૂ થયું હતું અને 3 માર્ચ સુધી ચાલ્યું. આ ઈવેન્ટમાં બચ્ચન પરિવાર, રજનીકાંત, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, કપૂર પરિવાર, સૈફ અલી ખાન, કરીના કપૂર સહિત ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
