એક કાર્યક્ર્રમના ત્રણ હજાર મેળવનાર દિલજીત દોસાંઝની પ્રાઈવેટ જેટ સહિત કેટલા કરોડની છે સંપત્તિ?
બોલિવૂડની સાથે પંજાબી સંગીતને પણ ખૂબ જ લોકપ્રિયતા મળી છે જેના કારણે પંજાબી ગાયકોને સારી ફી મળી રહી છે. આ કલાકારોમાં દિલજીત દોસાંઝનો પણ સમાવેશ થાય છે, જે હવે પૈસાની બાબતમાં મોટા સ્ટાર્સ સાથે સ્પર્ધા કરી રહ્યા છે.
જોકે તેની શરૂઆત સંઘર્ષોથી ભરેલી હતી. તે એક કાર્યક્રમમાંથી માટે ફક્ત 3 હજાર રૂપિયા કમાતા હતા. દિલજીત દોસાંઝ પંજાબના એક નાના ગામડાનો છે અને એક સરળ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેના પિતા બસ ડ્રાઇવર હતા.
16 વર્ષની ઉંમરે, જ્યારે દિલજીત ગુરુદ્વારામાં ગાવાનું શરૂ કર્યું ત્યારે તેનું નસીબ બદલાઈ ગયું. 18 વર્ષની ઉંમરે તેમને જન્મદિવસની પાર્ટીમાં પર્ફોર્મ કરવા બદલ ₹3,000 રૂપિયા મળ્યા હતા. દિલજીત દોસાંઝ પોતાના કોન્સર્ટ ઉપરાંત ફિલ્મોમાં અભિનય અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ પૈસા કમાય છે.
અહેવાલો અનુસાર, દિલજીતની કુલ સંપત્તિ 180 કરોડ રૂપિયા છે. દિલજીત એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત, તે એક કોન્સર્ટ માટે 5-6 કરોડ રૂપિયા પણ લે છે. ગયા વર્ષે, દિલજીતે અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઇવેન્ટમાં પણ પરફોર્મ કર્યું હતું. એવા અહેવાલો છે કે આ માટે તેને લગભગ 30 કરોડ રૂપિયાની તગડી ફી મળી હતી.

દિલજીત એક બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં, તેમની પાસે કોકા કોલા, ફિલા, મારિયો રોક્સ અને વધુ જેવી મોટી બ્રાન્ડ્સ છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એક પોસ્ટ પોસ્ટ કરવા માટે 5 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
આ ઉપરાંત, દિલજીતનું મુંબઈના બાંદ્રામાં એક એપાર્ટમેન્ટ છે. તેની કિંમત 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેમનું કેલિફોર્નિયામાં એક ઘર પણ છે. પંજાબના લુધિયાણામાં તેમનું એક આલીશાન ફાર્મ હાઉસ પણ છે.
દિલજીતને ગાડીઓનો પણ શોખ છે. તેમના કલેક્શનમાં પજેરો, મર્સિડીઝ બેન્ઝ G63, BMW 520d, રેન્જ રોવર અને પોર્શ જેવી કારનો સમાવેશ થાય છે. જેની કિંમત લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયા સુધીની છે.
આ બધા ઉપરાંત, દિલજીતે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. તેનું નામ દિલજીત દોસાંઝ પ્રોડક્શન પ્રા. લિમિટેડ છે. અહેવાલો અનુસાર, તેની પાસે એક ખાનગી જેટ પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
