પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાની કઇ રીતે થઇ પહેલી મુલાકાત? નેતાએ કહ્યું- તે મેજીકલ મુમેન્ટ હતી
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023 ના રોજ સગાઈ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. હવે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતીના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સિવાય તાજેતરમાં આમંત્રણ કાર્ડ પણ વાયરલ થયું હતું.
દરમિયાન રાઘવ ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પરિણીતી ચોપરા સાથેની તેની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.

રણવીર અલ્લાહબડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાઘવ ચઢ્ઢાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે પરિણીતિને ક્યારે અને ક્યાં મળ્યો. જેના જવાબમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, જો હું બધું કહીશ તો ઘરે જઈને મને મારવામાં આવશે કે હું બધું કહીને આવ્યો છું.
રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા સાથેની મુલાકાતને મેજીકલ ગણાવી હતી. તેણે કહ્યું, 'અમે જે રીતે મળ્યા તે ખૂબ જ જાદુઈ અને ઓર્ગેનિક રીત હતી. આ મીટિંગ માટે હું દરરોજ ભગવાનનો આભાર માનું છું.
હું તેને મળીને ખૂબ જ ખુશ છું અને હું એ પણ કહેવા માંગુ છું કે તે ભગવાનનો આશીર્વાદ હતો કે તેણે મને પરિણીતી સાથે પરિચય કરાવ્યો. તેમનું મારા જીવનમાં આવવું એક આશીર્વાદ છે. હું ખુશ છું કે તે મારા જીવનસાથી તરીકે મારી સાથે છે.
આ પછી જ્યારે રાઘવ ચઢ્ઢાને પૂછવામાં આવ્યું કે આખો દેશ તેમના લગ્નને લઈને ઉત્સાહિત છે તો તમે આના પર શું કહેવા માગો છો. AAP નેતાએ જવાબ આપતા કહ્યું કે, 'હું દેશ કરતાં વધુ ખુશ છું.'
રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં થશે. જ્યાં પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ હાજરી આપશે. આ સિવાય ઘણા મોટા નેતાઓ પણ ભાગ લેશે.
તાજેતરમાં બંનેના લગ્નની રિસેપ્શન પાર્ટીનું સ્થળ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેમાં લખ્યું હતું કે આ રિસેપ્શન પાર્ટી ચંદીગઢમાં 30 સપ્ટેમ્બરે યોજાશે. અગાઉ એવા અહેવાલ હતા કે રાઘવ અને પરિણીતી ગુરુગ્રામમાં તેમના લગ્નની રિસેપ્શન પાર્ટી આપશે. હાલમાં ચાહકો આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે લગ્નની તારીખને લઈને હજુ સુધી બંને તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
