Aloneની સિક્વલમાં બિપાશાને નહીં મળે કરણનો સાથ
બિપાશાની બિકિની તસવીરો થઈ વાયરલ. માલદીવ પર રજાઓ માણતા બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની તસવારો વાયરલ.
બોલીવૂડની બોલ્ડ અને હોટ અભિનેત્રી તરીકે જાણીતી બિપાશા બાસુની બિકિનીવાળી તસવીરો હમણાં થોડા સમયથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. થોડા સમય પહેલાં જ બિપાશા અને કરણ સિંહ ગ્રોવર બંન્ને સાથે રજાઓ માણતા જોવા મળ્યા હતા. આ બંન્ને 'અલોન' ફિલ્મથી એક બીજાની નજીક અવ્યા હતા અને બંન્નેએ આ ફિલ્મ બાદ લગ્ન પણ કરી લીધા હતા. થોડા સમયમાં જ આ ફિલ્મની સિક્વલ બનવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ ફિલ્મમાં બિપાશા સાથે કરણ સિંહ ગ્રોવર જોવા નહી મળે તેવી પણ વાતોએ જોર પક્ડયું છે.

બીચ, બિકિની અને બિપાશા
માલદીવના બીચ પર બિપાશા અને કરણ સિંહ ગ્રોવર રજાઓ માણતી તસવીરો સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે. આ તસવીરમાં બિપાશા પિંક કલરની બિકિનીમાં ખુબ સુંદર અને હોટ લાગી રહી હતી. છેલ્લે 'ધૂમ 2' ફિલ્મમાં બિપાશા આ પ્રકારની બિકિનીમાં જોવા મળી હતી.

કરણ સિંહ ગ્રોવર અને બિપાશા
'અલોન'થી સાથે થયેલ બિપાશા અને કરણનો બીચ લુક ખુબ જ સુંદર લાગે છે. આ ફિલ્મ બાદથી જ આ બંન્ને સ્ટાર અનેક સ્થળોએ સાથે સ્પોટ થતા હતા. 'અલોન'માં કરણે સારો અભિનય કર્યો હતો, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. ત્યાર બાદ કરણની બીજી બે ફિલ્મો પણ આવી પરંતુ તે કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી.

'અલોન'ની સિક્વલ
આથી જ કદાચ 'અલોન'ની સિક્વલમાંથી કરણનું પત્તુ કપાઇ ગયું છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. જેની કાસ્ટિંગનું કામ હાલ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં બિપાશાને ગેસ્ટ એપિરિયન્સ તરીકે લેવામાં આવી છે, પણ કરણને આ ફિલ્મમાં લેવાના હોવાની કોઇ વાત સાંભળવા મળી નથી.

બિપાશા બાસુ અંગે જેનિફર વિંગેટ
થોડા સમય આગાઉ કરણ સિંહ ગ્રોવરની એક્સ વાઈફ જેનિફર વિંગેટના જન્મ દિવસે બિપાશાએ જેનિફરની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરી હતી અને થોડી જ વારમાં ડિસલાઈક કરતા એ વાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. જેનિફરે આ વાત પર જણાવ્યું હતું કે, ''આ કોઈ ખોટી વાત નથી. એના તરફથી કરવામાં આવેલ આ એક સરળ અને કાઇન્ડ પ્રયાસ હતો. મારા મનમાં કરણ કે બિપાશા પ્રત્યે કોઇ કડવાશ નથી."

હોરર ફિલ્મોમા જોવા મળતી બિપાશા
બિપાશા મોટભાગે હોરર ફિલ્મોમાં જ વધુ જોવા મળી છે. હોરર ફિલ્મોની સિકવલમાં પણ તેને જ કાસ્ટ કરવામાં આવતી હોય છે. પરંતુ હમણા થોડા સમયથી બિપાશાની કોઈ ફિલ્મ નથી આવી. વળી 'અલોન'ની સિક્વલમાં પણ તેનો માત્ર ગેસ્ટ એપિરિયન્સ છે. બિપાશાનું બોલિવૂડ કરિયર હાલ ડામાડોળ લાગી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
