Candid Moments Of Deepika : અર્જુન પર નિગાહેં, રણવીર પર નિશાના!
મુંબઈ, 19 ઑગસ્ટ : દીપિકા પાદુકોણે હાલમાં પોતાની આવનાર ફિલ્મો અંગે ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમમે ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે, તો તમાશા તેમજ પીકૂ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.
દીપિકા પાદુકોણે ખૂબ જ શાંત અને કેન્દ્રિત વ્યક્તિ છે, પણ શૂટિંગ દરમિયાન તેઓ એનર્જેટિક તથા ચુલબુલા છે. આજે અમે આપની સમક્ષ લાવ્યા છીએ ફાઇંડિંગ ફૅની ફિલ્મના શૂટિંગ અને સેટની કેટલીક કૅન્ડિડ તસવીરો કે જેમાં ફિલ્મના કો-સ્ટાર્સ અર્જુન કપૂર તેમજ રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણેની મસ્તી જોઈ શકાય છે.
દીપિકાની આગામી રિલીઝ થતી ફિલ્મ ફાઇંડિંગ ફૅની છેઅને તેમના બૉયફ્રેન્ડ રણવીર સિંહ પણ તેમાં છે. જોકે દીપિકાને ખબર જ નહોતી કે ફિલ્મમાં રણવીર પણ છે. દીપિકા માટે રણવીર સિંહ એક મહત્વની વ્યક્તિ છે. જોકે તેમણે ક્યારેય રણવીર સિંહ સાથે રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો, પણ તેમણે જણાવ્યુ હતું - આ તૈયાર થવાની વાત નથી. ફુલ્લી કમિટેડ રિલેશનશિપ અંગે અત્યારે કંઈ ન કહી શકાય, કારણ કે મારૂ એક ભૂતકાળ છે. જ્યાં સુધી હું તૈયાર ન હોવું, ત્યાં સુધી કંઈ ન કહી શકું.
ચાલો હાલ તો આપને બતાવીએ ફાઇંડિંગ ફૅની ફિલ્મના શૂટિંગ-સેટ પર દીપિકા-અર્જુન-રણવીરની કૅન્ડિડ મોમેંટ્સ :

ખડખડાટ હાસ્ય
ફાઇંડિંગ ફૅનીના ગીતના શૂટિંગ દરમિયાન ખડખડાટ હસતાં દીપિકા પાદુકોણે.

દીપિકા-હોમી
દિગ્દર્શક હોમી અડજાણિયાના ખભે દીપિકા પાદુકોણે.

અર્જુન-દીપિકા-રણવીર
દીપિકા ઉપર વારી જતાં અર્જુન-રણવીર. આ એક અવેસમ મોમેંટ કહી શકાય.

પાઉટ
ફિલ્મના ગીતના લૉન્ચિંગ દરમિયાન પાઉટ કરતાં અર્જુન-દીપિકા.

પોઝની વણઝાર
આ પ્રસંગે અર્જુન-દીપિકાએ પોઝની વણઝાર કરી દીધી હતી.

અર્જુન-દીપિકા
ફાઇંડિંગ ફૅનીના ગીતના શૂટિંગ દરમિયાન અર્જુન-દીપિકાની કૅન્ડિડ મોમેંટ.

દીપિકા-અર્જુન
ખડખડાટ હસતાં દીપિકા-અર્જુન.

હોમી-દીપિકા-અર્જુન
વધુ એક કૅન્ડિડ તસવીર કે જેમાં હોમી-અર્જુનના ખભે ચઢી મસ્તી કરી રહ્યાં છે દીપિકા.

ફાઇંડિંગ ફૅની કાસ્ટ
ફાઇંડિંગ ફૅનીના ગીતના શૂટિંગ દરમિયાનની કૅન્ડિડ મોમેંટ.

ખોવાયા અર્જુન
ફાઇંડિંગ ફૅનીના ગીતના લૉન્ચિંગ દરમિયાન દીપિકા પાદુકોણેમાં ખોવાઈ ગયાં અર્જુન કપૂર.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
