અનુષ્કા ઉવાચ : 3 ઇડિયટ્સ કરતાં મોટી હિટ રહેશે પીકે
મુંબઈ, 23 જાન્યુઆરી : યશ રાજની શોધ અનુષ્કા શર્માને વાતો બનાવવા આવડતી થઈ છે. એટલે જ તો મૅડમ પોતાની ફિલ્મ રિલીઝ થતા પહેલા મોટા-મોટા દાવાઓ કરવા લાગ્યાં છે. તાજા નિવેદનમાં અનુષ્કાએ જણાવ્યું છે કે તમની આવનાર ફિલ્મ પીકે 3 ઇડિયટ્સ કરતાં પણ મોટી હિટ રહેશે.

આપને જણાવી દઇએ કે અનુષ્કા શર્મા રાજકુમાર હીરાણી તેમજ આમિર ખાન સાથે કામ કરી રહ્યાં છે. પીકે ફિલ્મમાં તેમના હીરો આમિર ખાન છે. અનુષ્કાએ ફેમિના ઇન્ડિયાની 10 સૌથી સુંદર મહિલાઓના લૉન્ચિંગ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ 3 ઇડિયટ્સ વાળી ટીમમાં કામ કરી ખૂબ ખુશ છે અને તેમને લાગે છે કે આ ટીમ ફરી એક વાર ચમત્કાર બતાવશે તથા પીકે ફિલ્મ 3 ઇડિયટ્સ કરતાં મોટી હિટ રહેશે.
જોકે અનુષ્કાના મોટા બોલ-બચ્ચન વિશાલ ભારદ્વાજની મટરૂ કી બિજલી કા મંડોલા એટલે કે એમબીએમ માટે પણ હતાં, પરંતુ આ ફિલ્મ બૉક્સ ઑફિસે સારો બિઝનેસ કરી ન શકી અને એક એવરેજ ફિલ્મ જ બનીને રહી ગઈ. અનુષ્કાએ એમબીએમ અંગે જણાવ્યુ હતું કે મટરૂ ઇશ્કિયા કરતાંપણ મોટી હિટ રહેશે, પરંતુ એવું થયું નથી.
જોઇએ હવે આ વખતે શું થાય છે? આમિર ખાન સાથે અનુષ્કાની આ પ્રથમ ફિલ્મ હશે. ફિલ્મ ચાલે કે ન ચાલે, અનુષ્કાની ટીઆરપી ખૂબ ઉંચી છે. એટલે જ તો અનુષ્કાએ જેટલી પણ હિટ ફિલ્મો કરી છે, તે સૌ યશ રાજની જ હતી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આમિર ખાન સાથે અનુષ્કા શર્મા કરીનાની બરોબરી કરી શકવા પામે છે કે કેમ?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
