Himesh Reshammiya Birthday: એક સમયે રિક્ષા ચલાવતા હિમેશ રેશમિયા કેટલા કરોડની સંપત્તિના છે માલિક
આજે હિમેશ રેશમિયાનો જન્મદિવસ છે. એક રિક્ષા ચલાવતા હિમેશ આજે કેટલી સંપત્તિના માલિક છે જાણો અહીં.
મુંબઈઃ હિમેશ રેશમિયા બૉલિવુડનું જાણીતુ નામ અને કમ્પ્લીટ પેકેજ છે. હિમેશ રેશમિયા એક પ્લેબેક સિંગર, મ્યુઝિક ડિરેક્ટર, ગીતકાર, નિર્માતા તેમજ અભિનેતા છે. તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયા ખાસ અંદાજમાં ગીતો ગાય છે. તે હંમેશા ઉર્જાથી ભરપૂર રહે છે અને તેની અનોખી શૈલી માટે જાણીતા છે. રિયાલિટી સિંગિંગ શોમાં જજ તરીકે જોવા મળેલા હિમેશ રેશમિયાનો આજે જન્મદિવસ છે. મળતી માહિતી મુજબ જ્યારે હિમેશ રેશમિયાએ ગાવાનું શરૂ કર્યુ ત્યારે તે નાક વડે ગીતો ગાતો જેના કારણે તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં સફળતા હાંસલ કરી અને પોતાની ક્ષમતાના કારણે કરોડોની સંપત્તિનો માલિક બની ગયો.

પપ્પાના કારણે બન્યા સિંગર
તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયા હંમેશાથી એક્ટર બનવા માંગતો હતો ગાયક નહિ. 'આશિક બનાયા આપને' અને 'ઝલક દિખલા જા' જેવા સુપરહિટ ગીતો ગાનાર હિમેશ પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે જ ગાયક બન્યો હતો. વાસ્તવમાં, હિમેશના પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર મોટો સિંગર બને. હિમેશે સંગીત ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને તેનુ પ્રથમ આલ્બમ "આપ કા સુરૂર" જબરજસ્ત હિટ સાબિત થયુ. મીડિયા રિપોર્ટ્સ મુજબ આજે પણ તેને ભારતીય સંગીત ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી વધુ વેચાતો આલ્બમ માનવામાં આવે છે.

શૂટિંગ માટે જર્મની લઈ ગયા હતા ઑટો
હિમેશ રેશમિયાએ વર્ષ 2007માં ફિલ્મ 'આપ કા સુરૂર'થી અભિનયની શરૂઆત કરી હતી. અહેવાલ છે કે હિમેશે જર્મનીના રસ્તાઓ પર ભારતીય ઑટો ચલાવી છે. ફિલ્મના શૂટિંગ માટે હિમેશ ઈન્ડિયન ઑટો લઈને જર્મની ગયો હતો. ભારતમાંથી માત્ર ઑટો જ નહિ પરંતુ ડ્રાઈવરો પણ લઈ જવામાં આવ્યા હતા. આ સીનને શૂટ કરવા માટે વર્ષ 2007માં લગભગ 75 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કરોડોની સંપત્તિના માલિક છે હિમેશ
લક્ઝુરિયસ અને સ્ટાઇલિશ લાઇફ જીવવાનો શોખીન હિમેશ રેશમિયા લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય છે. લગભગ 24 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હિમેશ એક સેલિબ્રિટી છે જે મ્યુઝિક વીડિયો અને લાઈવ શોમાંથી સારી કમાણી કરે છે. હિમેશની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 75 કરોડનો માલિક છે. હિમેશ પાસે કરોડોની કિંમતની લક્ઝરી કાર છે. તેમનો HR નામનો મ્યુઝિક સ્ટુડિયો પણ છે. હિમેશ સિંગિંગની સાથે સાથે સ્ટેજ શોમાંથી પણ ઘણી કમાણી કરે છે.

સલમાન ખાને હિમેશને અપાવી બ્રેક
હિમેશ રેશમિયાએ વર્ષ 1998માં ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'થી મ્યુઝિક ડિરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કહેવાય છે કે હિમેશના પિતાએ બૉલિવુડ એક્ટર સલમાન ખાનને એક ફિલ્મ માટે સાઈન કર્યા હતા જે કોઈ કારણસર બની શકી ન હતી. તે પછી સલમાને જ હિમેશને બ્રેક આપ્યો હતો. હિમેશને વર્ષ 2003માં ફિલ્મ 'તેરે નામ'થી સંગીત નિર્દેશક તરીકે સફળતા મળી હતી. હિમેશ રેશમિયાએ 120થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે અને 800થી વધુ ગીતો ગાયા છે.
બે લગ્ન કરી ચૂક્યા છે હિમેશ
હિમેશ રેશમિયાના અંગત જીવનની વાત કરીએ તો તેણે તેની પહેલી પત્ની કોમલ રેશમિયાને છૂટાછેડા આપીને સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા. તેણે વર્ષ 1995માં તેની પ્રથમ પત્ની કોમલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતા. તે પછી હિમેશે તેની નવી ગર્લફ્રેન્ડ અભિનેત્રી સોનિયા કપૂર સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
