Heropanti 2: અમદાવાદમાં ટાઇગર શ્રોફ - તારા સુતરીયાએ બીજુ ટ્રેલર કર્યુ રિલીઝ, ટાઇગર - તારા સાથે ખાસ વાતચીત
'હીરોપંતી 2'ની રિલીઝ માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે સમાપ્ત થવા જઈ રહી છે, આ ફિલ્મ હવે 29મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 2014માં રિલીઝ થયેલી 'હીરોપંતી'નો બીજો ભાગ છે. ટાઈગર શ્રોફે પણ આ ફિલ્મથી બોલિવૂડમાં
'હીરોપંતી 2'ની રિલીઝ માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે સમાપ્ત થવા જઈ રહી છે, આ ફિલ્મ હવે 29મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 2014માં રિલીઝ થયેલી 'હીરોપંતી'નો બીજો ભાગ છે. ટાઈગર શ્રોફે પણ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે 8 વર્ષ બાદ તે ફરી એકવાર 'હીરોપંતી 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને તારા સુતારિયા પણ જોવા મળશે.

આજે બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને તારા સુતરીયા અમદાવાદમાં આવ્યા હતા. અહી ટાઇગર અને તારાએ હીરોપંતી 2નું બીજું ટ્રેલર લોન્ચ કર્યું છે, જે બાદ ફિલ્મનું બીજું ટ્રેલર રીલિઝ કર્યુ હતુ. આ મામલે ટાઇગર અને તારા સુતરીયા સાથે ખાસ વાતચિત કરી હતી.

એક્શનથી ભરપુર છે ફિલ્મ
ટાઇગરે હિરોપંતી 2ની વાત કરતા કહ્યું કે પ્રથમ ફિલ્મ હિરોપંતીની સફળતા બાદ આ ફિલ્મમાં જવાબદારી વધી ગઇ છે. આ ફિલ્મમાં નેક્સ્ટ લેવલની એક્શન જોવા મળશે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે હીરોપંતી 2માટે લોકોની અપેક્ષાઓ પણ વધી છે, તેને સંતોષવાની પુરી કોશિશ કરી છે.
હિરોપંતી 2નુ બીજુ ટ્રેલર લોન્ચ
હિરોપંતી 2ના પ્રથમ ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. હીરોપંતી 2 ના પ્રથમ ટ્રેલરની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી છે અને દર્શકો તરફથી ફિલ્મને મળેલા સમર્થનની પ્રશંસા કરવા માટે નિર્માતાઓએ સાજિદ નડિયાદવાલાની આ અદ્ભુત વાર્તામાંથી વધુ એક ટુચકો શેર કરવાનું નક્કી કર્યું છે.

માર્શલ આર્ટથી બોલિવૂડ
ટાઇગરે કહ્યું કે લોકો મને એક્શન માટે ઓળખે છે. માર્શલ આ્ટથી મને એક ડિસિપ્લીન મળ્યુ જેની મને ફિલ્મોમાં ખુબ મદદ મળી રહી છે. હું અત્યારે જે પણ છુ તે માર્શલ આર્ટના કારણે છુ. ટાઇગર સવારે જાગીને માર્શલ આર્ટ ટ્રેનિંગ તથા સાંજે વેઇટ લીફ્ટીંગ કરે છે.

તારા સુતરીયાએ ટાઇગર વિશે કહી આ વાત
તારા સુતરીયા ટાઇગર સાથે આ બીજી ફિલ્મ કરી રહી છે. તારાએ કહ્યું કે ટાઇગર સેટ પણ ઘણી મસ્તી કરે છે. હંમેશા હસાવતા રહે છે. ટાઇગર અને મારામાં ઘણી સમાનતાઓ છે. ટાઇગર અને તારામાં ડાંસ, મ્યુઝિક તથા સ્વભાવને લઇ સમાનતાઓ છે. તારાએ કહ્યું કે તે ફિલ્મમાં ટાઇગરને મારતી રહે છે.

ટાઇગરના પપ્પા - દાદા ગુજરાતી
ટાઇગરે જણાવ્યુ હતુ કે તેના પપ્પા જેકી શ્રોફ અને દાદાજી ગુજરાતી છે. તેમને ગુજરાતી ભાષા પણ થોડી આવડે છે. આ ઉપરાંત તેઓ ઘરમાં ગુજરાતી ખાવાનુ પસંદ કરે છે. તેમને થેપલા, ફાફડા અને ઢોકળા બહુ પસંદ છે. ટાઇગરે કહ્યું કે તેને પોતાની અલગ ઓળખ બનાવવી છે. પોતે જે પણ છે પોતાના પપ્પાના લીધે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
