Pics : ‘હીરો-હીરોઇન ફૉર્મ્યુલા કારગત નથી’
મુંબઈ, 18 જુલાઈ : કોઈ પણ ફિલ્મની સફળતાનો આધાર માત્ર હીરો-હીરોઇન ન હોઈ શકે. હાલનો જમાનો સ્ક્રિપ્ટનો છે અને હીરો-હીરોઇન ફૉર્મ્યુલા લાંબા સમય સુધી સાથ ન આપી શકે.
આમ કહેવું છે વિશાખા સિંહનું કે જેઓ પોતાની આવનાર ફિલ્મ બજાતે રહોના પ્રમોશન દરમિયાન બોલી રહ્યા હતાં. છેલ્લે ફુકરે ફિલ્મમાં દેખા દેનાર વિશાખાએ જણાવ્યું કે તેમની ફિલ્મ અંકુર અરોરા મર્ડર કેસમાં કોઈ મોટા ગજાના હીરો-હીરોઇન નહોતાં. કલાકારોની ટુકડી અને સારી સ્ક્રિપ્ટ જ ફિલ્મની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે.
ફુકરે અને અંકુર અરોરા મર્ડર કેસ બંને ફિલ્મોમાં કલાકારોની ટુકડી હતી અને વિશાખા સિંહ પણ તેનો એક ભાગ હતાં, તો વિશાખાની આગામી ફિલ્મ બજાતે રહો પણ મલ્ટીસ્ટારર ફિલ્મ છે કે જેમાં તુષાર કપૂર, રણવીર શૌરી, રવિ કિશન, વિનય પાઠક તથા ડૉલી અહલુવાલિયા જેવા કલાકારો છે. બજાતે રહો એક કૉમિક થ્રિલર ફિલ્મ છે અને વિશાખા સિંહ તેમાં કામ કરી ખુશ છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ધારદાર ભૂમિકામાં વિશાખા
વિશાખા સિંહે બજાતે રહોના પ્રમોશન દરમિયાન જણાવ્યું કે તેઓ બજાતે રહો ફિલ્મ કરી ખૂબ ખુશ હતાં, કારણ કે ઘણા સમય બાદ તેઓ એક ધારદાર ભૂમિકામાં છે. જોકે ફિલ્મ ખૂબ જ કૉમેડી છે અને તેમાં તેઓ એક સાહસી શીખ મહિલાની ભૂમિકામાં છે.

રવિ કિશને ઉજવ્યો જન્મ દિવસ
બજાતે રહો ફિલ્મના પ્રમોશન દરમિયાન રવિ કિશને પોતાનો જન્મ દિવસ પણ ઉજવ્યો. ફિલ્મના સાથી કલાકારોએ રવિને કેક ખવડાવી હતી.

પ્રાણને શ્રદ્ધાંજલિ
બજાતે રહો ફિલ્મની ટીમે પ્રાણના નિધનના પગલે ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કાર્યક્રમ સ્થગિત કરી નાંખ્યું હતું.

હવે પીરિયડ ફિલ્મમાં
વિશાખા સિંહની આગામી ફિલ્મ આશુતોષ ગોવારીકરની ખેલેં હમ જી જાન સે છે કે જે એક પીરિયડ ફિલ્મ છે.

મલ્ટીસ્ટારર ફિલ્મ
ફિલ્મ બજાતે રહો પણ મલ્ટીસ્ટારર ફિલ્મ છે કે જેમાં તુષાર કપૂર, રણવીર શૌરી, રવિ કિશન, વિનય પાઠક તથા ડૉલી અહલુવાલિયા જેવા કલાકારો છે.

ડૉલીની મહત્વની ભૂમિકા
બજાતે રહો ફિલ્મમાં ડૉલી અહલુવાલિયા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
