Pics: ભાજપની પ્રચંડ જીત પર ખુશ થઈ કંગના, અનોખા અંદાજમાં કરી ઉજવણી

ફિલ્મી સ્ટાર્સે પીએમ મોદીની પ્રશંસા કરી અને જીતના અભિનંદન પાઠવ્યા છે જેમાં બોલિવુડ ક્વીન કંગના રનોતનું પણ નામ છે, કંગનાએ મોદી સરકારની જીતની ઉજવણી અનોખા અંદાજમાં કરી.

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવી ચૂક્યા છે અને એક વાર ફરીથી મોદી સરકારે પૂર્ણ બહુમત સાથે કમબેક કર્યુ છે. જીત સાથે જ પીએમ મોદીને ચારે તરફથી અભિનંદન મળી રહ્યા છે. બોલિવુડ પણ તેમની આ ઐતિહાસિક જીતથી અછૂતો નથી. હિંદી સિનેમાના ઘણા મોટા ફિલ્મી સ્ટાર્સે પીએમ મોદીની પ્રશંસા કરી અને જીતના અભિનંદન પાઠવ્યા છે જેમાં બોલિવુડ ક્વીન કંગના રનોતનું પણ નામ છે, કંગનાએ મોદી સરકારની જીતની ઉજવણી અનોખા અંદાજમાં કરી.

કંગનાએ આ ખાસ રીતે મનાવ્યો પીએમ મોદીની જીતનો જશ્ન

કંગનાએ આ ખાસ રીતે મનાવ્યો પીએમ મોદીની જીતનો જશ્ન

તેમણે પોતાના પરિવાર સાથે આ જીતને પકોડા તળીને મનાવ્યો. કંગનાની બહેન રંગાલી ચેંદેલે પોતાના સોશિયલ મીડાય પર અમુક ફોટો પોસ્ટ કર્યા છે. આમાં કંગના પકોડા બનાવી રહી છે અને પોતાના પરિવાર સાથે ગપશપ કરતી જોવા મળી રહી છે.

બહેન રંગોલીએ શેર કર્યા ફોટો

આ ફોટા સાથે રંગોલીએ લખ્યુ કે કંગના બહુ ઓછુ કુકિંગ કરે છે, મોટાભાગે જ્યારે તે બહુ ખુશ હોય છે. આજે તેણે (કંગનાએ) પીએમ નરેન્દ્ર મોદીની જીત પર અમને ચા અને પકોડા ખવડાવ્યા. આ સાથે તેણે જય હિંદ અને જય ભારત હેશટેગ લગાવ્યા.

ભાજપે મેળવી પ્રચંડ જીત

ભાજપે મેળવી પ્રચંડ જીત

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામોના રૂઝાનમાં ભાજપને ભારે જીત મળી છે. જીત બાદ પીએમ મોદીએ કહ્યુ કે થેંક યુ ઈન્ડિયા, અમારા ગઠબંધનમાં વિશ્વાસ જળવાયો છે અને તે અમને લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે વધુ મહેનત કરવાની શક્તિ આપે છે. દ્રઢ નિશ્ચય, દ્રઢતા અને આકરી મહેનત માટે દરેક ભાજપ કાર્યકર્તાનો હું સલામ કરુ છુ. તે અમારા વિકાસના એજન્ડા પર વિસ્તારથી ઘરે ઘરે ગયા.

ના નમ્રતા છોડીશુ, ના વિવેક છોડીશુ, ના આપણા આદર્શોને છોડીશુ -પીએમ મોદી

ના નમ્રતા છોડીશુ, ના વિવેક છોડીશુ, ના આપણા આદર્શોને છોડીશુ -પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે અમે બે હતા તો પણ નિરાશ ન થયા. અમે ફરીથી આવ્યા છે ત્યારે પણ નમ્રતા નહિ છોડીએ, ના વિવેક છોડીશુ, ના આપણા આદર્શોને છોડીશુ, ના આપણા સંસ્કારોને છોડીશુ. આ 21મી સદીનું નવુ ભારત છે. આ ચૂંટણીનો વિજય મોદીનો નથી. આ દેશમાં ઈમાનદારી માટે તડપતા નાગરિકની આશા-આકાંક્ષાનો વિજય છે. આ 21મી સદીના સપનાઓને લઈને નીકળી પડેલા નવયુવાનનો વિજય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X