ફેન્સ માટે ખુશખબરઃ ઈરફાન ખાનનું સિલ્વર સ્ક્રીન પર ટૂંક સમયમાં કમબેક
ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યુમરથી પીડિત ઈરફાન ખાનના ચાહકો માટે એક ખુશખબર છે. સમાચાર છે કે હિંદી સિનેમાનો આ ચમકતો સ્ટાર ટૂંક સમયમાં પડદા પર કમબેક કરી શકે છે.
ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યુમરથી પીડિત ઈરફાન ખાનના ચાહકો માટે એક ખુશખબર છે. સમાચાર છે કે હિંદી સિનેમાનો આ ચમકતો સ્ટાર ટૂંક સમયમાં પડદા પર કમબેક કરી શકે છે. એવી ચર્ચા છે કે ઈરફાને 'હિંદી મીડિયમ' ફિલ્મની સિક્વલ 'હિંદી મીડિયમ 2' માં કામ કરવાનું સ્વીકારી લીધુ છે. ઈરફાન ખાનના સ્વાસ્થ્ય વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને તે જલ્દી ફિલ્મોમાં કમબેક કરી શકે છે.

ઈરફાન ખાને કરી સિલ્વર સ્ક્રીન પર કમબેકની તૈયારી
આ પહેલા લોકો એ વખતે દુઃખી થઈ ગયા હતા જ્યારે ઈરફાને પોતાની બિમારીના કારણે AIB ની વેબસીરિઝ ‘ગોરમિંટ' છોડી દીધી હતી અને ફેસબુક પર લખ્યુ હતુ કે તેમને આવતી કાલ વિશે કંઈ ખબર નથી એટલા માટે તે નવો પ્રોજેક્ટ કેવી રીતે સાઈન કરી શકે.

હેલ્થ અને ઈલાજની પ્રક્રિયા વિશે જણાવ્યુ હતુ ઈરફાને
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈરફાને ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે હેલ્થ ઈલાજની પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યુ હતુ. નેશનલ એવોર્ડ વિજેતાએ કહ્યુ હતુ કે મે કિમોથેરેપીની ચોથી સાઈકલ પૂરી કરી લીધી છે પરંતુ મારે હજુ 6 સાઈકલ પૂરી કરવાની છે અને ત્યારબાદ સ્કેન કરાવવાનું છે ત્યારે જ ખબર પડશે કે છેવટે હું ક્યાં પહોંચ્યો છુ.

મને જીવનથી કોઈ ફરિયાદ નથી
પોતાના વિશે વાત કરતા ઈરફાને કહ્યુ કે કોઈના જીવનની કોઈ ગેરેન્ટી નથી. ક્યારે, ક્યાં કોને શું થઈ જાય ખબર નથી, હું મારા જીવનથી ઘણો સંતુષ્ટ છું કારણકે જીવને મને ઘણુ બધુ આપ્યુ છે જેના માટે હું માત્ર તેનો આભાર માની શકુ છુ. મને જીવનથી કોઈ ઈચ્છા નથી, મારે હવે કોઈ પ્રાર્થના કરવી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
