બૉક્સ ઓફિસ પર પહેલા દિવસે કેવી રહી પીએમ મોદી પર બનેલી ફિલ્મની સ્થિતિ
લોકસભા ચૂંટણી દરમિયાન રિલીઝ ડેટ વિશે સતત વિવાદો બાદ છેવટે પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ રિલીઝ થઈ ગઈ. આવો જાણીએ તેનુ બોક્સ ઓફિસ કલેક્શન.
લોકસભા ચૂંટણી દરમિયાન રિલીઝ ડેટ વિશે સતત વિવાદો બાદ છેવટે પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ રિલીઝ થઈ ગઈ. ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'માં વિવેક ઓબેરૉયે નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી છે. રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે અપેક્ષાથી વધુ કલેક્શન કર્યુ છે. આ ફિલ્મ 24 મે એટલે કે ચૂંટણી પરિણામોના આગલા દિવસે રિલીઝ થઈ હતી.

રિલીઝ પહેલા આવી હતી વિવાદોમાં આ ફિલ્મ
ચૂંટણી દરમિયાન આ ફિલ્મ વિશે ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ ચૂંટણી કમિશનને આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી. આ ફિલ્મની રિલીઝનો સતત વિરોધ થઈ રહ્યો હતો. પહેલા ફિલ્મ 5 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પછી આની રિલીઝ ડેટ 11 એપ્રિલે કરવામાં આવી. ચૂંટણી કમિશન બાદ કેસ કોર્ટમાં પણ પહોંચ્યો પરંતુ ત્યાંથી લીલી ઝંડી મળી ગઈ પરંતુ અંતમાં ચૂંટણી કમિશને તેને પહેલા તબક્કાના મતદાનની બરાબર પહેલા પ્રતિબંધિત કરી દીધી હતી.

24 મેના રોજ રિલીઝ થઈ ફિલ્મ
વળી, રિલીઝ બાદ ફિલ્મે અપેક્ષાથી વધુ સારી કમાણી કરી છે. અનુમાન મુજબ પીએમ મોદીના જીવન પર આધારિત બાયોપિકની પહેલા દિવસની કમાણી લગભગ 5 કરોડ રૂપિયા રહેવાની આશા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં લીડ રોલ એટલે કે નરેન્દ્ર મોદીનો રોલ વિવેક ઓબેરૉયે નિભાવ્યો છે. ઓમંગ કુમાર દ્વારા નિર્મિત ફિલ્મની શરૂઆત અપેક્ષાથી વધુ રહી છે.

પહેલા દિવસે 5 કરોડની કમાણી કરવાનું અનુમાન
વિવેક ઓબેરૉય આ ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે અને મનોજ જોશી અમિત શાહની ભૂમિકામાં છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં દર્શન કુમાર, બોમન ઈરાની, જરીના વહાબ અને બરખા બિષ્ટ પણ જોવા મળશે. ફિલ્મે સરબજીત અને મેરી કૉમના ડાયરેક્ટર ઓમંગ કુમારે નિર્દેશિત કરી છે. એસ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરૉય આના પ્રોડ્યુસર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
