Excl જુઓ તસવીરો : કામણગારી લાગે છે શર્લિન ચોપરા
અમદાવાદ, 5 નવેમ્બર : મૉડેલ શર્લિન ચોપરાની પ્રથમ હૉટ ફિલ્મ કામસૂત્ર 3ડી ફર્સ્ટ લુક જાહેર થઈ ગયું છે અને ફિલ્મનું શુટિંગ પુરજોશમાં ચાલુ છે. શર્લિન ચોપરાએ આ ફિલ્મ માટે તાજેતરમાં જ એક ફોટોશુટ કરાવ્યુ હતું.
ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલ છે. તાજેતરમાં જ પૉલે ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કર્યું હતું. પછી શર્લિન ચોપરાએ ફિલ્મ માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. કામસૂત્ર ફિલ્મ 3ડીમાં બનશે. ફિલ્મ અંગેની માહિતી પોતે શર્લિને ટ્વિટર ઉપર તાજેતરમાં જ આપી હતી. આ અંગે ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલે જણાવ્યું હતું કે શર્લિન બોલ્ડ અને બ્યુટીફુલ છે, પરંતુ વલ્ગર નથી. તેથી તેમણે શર્લિન ચોપરાને ફિલ્મ માટે સાઇન કરી છે. હવે બોલ્ડ પાત્ર માટે બોલ્ડ કલાકાર પણ હોવો જોઇએ.
આવો કામસૂત્ર 3ડી ફિલ્મ માટે શર્લિન ચોપરાએ તાજેતરમાં જ કરાવેલ ફોટોશુટની તસવીરો જોઇએ.

શર્લિન ચોપરા
પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ અને ટ્વિટર પર પોતાની સેક્સ લાઇફ ડિસ્કસ કરનાર શર્લિન માટે કામસૂત્ર 3ડી ફિલ્મ મેળવવી બહુ મોટી સફળતા છે. આ સફળતા પામી તે બહુ ખુશ છે.

શર્લિન ચોપરા
ફિલ્મ સાઇન કર્યાં પછી શર્લિન ખૂબ જ ઉત્સાહિત છે. કહેવાય છે કે તેના માટે તે ન્યુડ થશે અને ગરમાગરમ સીન્સ આપશે.

શર્લિન ચોપરા
આ ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પૉલ કરવાનાં છે. જેમ કે નામથી જ સ્પષ્ટ છે કે આ ફિ્લ્મ ઘણી બોલ્ડ વિષય પર છે. તેમાં ઘણી વસ્તુઓ એવી હશે કે જે માત્ર પુખ્તો માટે જ હશે.

શર્લિન ચોપરા
કામસૂત્ર સબ્જેક્ટ પર મીરા નાયરે વર્ષ 1996માં કામસૂત્ર ફિલ્મ બનાવી હતી. તેમાં લીડ રોલ રેખાએ કર્યો હતો. ફિલ્મમાં તેઓ સેક્સ ઇન્સ્ટ્રક્ટર બન્યા હતાં. આ ફિલ્મ અંગે ઘણી વાતો થઈ હતી. લોકોએ આ વાત માટે રેખા અને મીરા નાયર અંગે ઘણું બધું કહ્યું હતું, પરંતુ આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટ તથા આર્ટ સિનેમામાં નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. આ ફિલ્મને ઘણાં ઍવૉર્ડથી સન્માનવામાં આવી હતી. રેખાને પણ આ ફિલ્મ માટે પુરસ્કૃત કરાઈ હતી.

શર્લિન ચોપરા
હવે વારો શર્લિન ચોપરાએ આ જ વિષય ઉપર ફિલ્મ સાઇન કરતાં બંને ફિલ્મોની સરખામણી અનાયાસે જ થવાની છે. જોકે શર્લિન રેખા આગળ વામણી છે.

શર્લિન ચોપરા
આમ છતાં શર્લિનની આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે અને દરેક રીતે તે આ ફિલ્મ કરવાં તૈયાર છે. તેની હૉટનેસ તેમજ સેક્સ અપીલ રેખા સામે કશું જ નથી. તેથી બંનેની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ છતાંય કામસૂત્ર વિષયે બંનેને સરખામણીના કઠેડે ઊભા કરી નાંખ્યાં છે.

શર્લિન ચોપરા
એ જોવું હવે રસપ્રદ રહેશે કે આ સબ્જેક્ટ માટે રેખાના વખાણ કરનાર દર્શકો શર્લિનને કયું પુરસ્કાર આપે છે. હાલ તો આ ફિલ્મના નામમાત્રથી જ શર્લિન લોકોની નજરોમાં આવી ગઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
