Slam The Tour Over : છેલ્લા દિવસે શાહરુખ-દીપિકા સાથે માધુરીનો તડકો!
મુંબઈ, 7 ઑક્ટોબર : અભિનેતા શાહરુખ ખાન અને તેમની હૅપ્પી ન્યુ ઈયર ટીમે બૉલીવુડે બૉલીવુડની બિગેસ્ટ એક્સ્ટ્રાવૅગેંઝા સ્લૅમ ધ ટૂર પૂરી કરી લીધી છે. તેમનો છેલ્લો શો લંડનમાં યોજાયે. લંડન ખાતેના 02 એરેનામાં શાહરુખ ખાન અને ફિલ્મની આખી ટીમે ભીડને ડોલાવી.
લંડન ખાતેના આ શોમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની તથા સોનૂ સૂદ ઉપરાંત બૉલીવુડ દિવા માધુરી દીક્ષિત તરીકે નવુ આકર્ષણ ઉમેરાયુ હતું. માધુરી દીક્ષિતે પોતાના ગીતો પર ઠુમકા લગાવી લંડન ખાતેના ફૅન્સના પૈસા વસૂલ કરાવી દીધાં. હૅપ્પી ન્યુ ઈયરના દિગ્દર્શક ફરાહ ખાન, ગાયિકા કનિકા કપૂર તથા સિગ્નેચર ડાન્સ ગ્રુપ પણ ઑડિયંસનું ભરપૂર મનોરંજન કરતા દેખાયાં.
ચાલો જોઇએ સ્લૅમ ધ ટૂરના છેલ્લા શોની તસવીરો અને હૅપ્પી ન્યુ ઈયરની પરત ફરેલી ટીમની તસવીરો :

શાહરુખ-દીપિકા કેમિસ્ટ્રી
ક્રૅઝી મૂવ સાથે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

શાહરુખ-દીપિકા
02 એરેનામાં લંડનની ઑડિયંસનું મનોરંજન કરતાં શાહરુખ-દીપિકા.

દીપિકા પાદુકોણે
વ્હાઇટ ડ્રેસમાં ભવ્ય-દિવ્ય લાગતાં દીપિકા.

અભિષેક બચ્ચન
પોતાના ફૅન્સ માટે ડાન્સ કરતાં અભિષેક બચ્ચન.

દીપિકાના મૂવ્સ
સમગ્ર સ્લૅમ ધ ટૂર દરમિયાન દીપિકા પાદુકોણે સ્ટનિંગ દેખાયાં.

માધુરી દીક્ષિત
લંડન ખાતેના છેલ્લા શોમાં માધુરી દીક્ષિતના આકર્ષણનો પણ તડકો લાગ્યો હતો.

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિતે પોતાના સુપર ડાન્સ મૂવ્સ દ્વારા હાજર તમામ લોકોને રોમાંચિત કર્યા હતાં.

શાહરુખ ખાન
સ્લૅમ ધ ટૂરનો આઇડિયા શાહરુખ ખાનનો હતો અને તે સફળ રહી છે.

શાહરુખ-દીપિકા
ઑન-સ્ક્રીનની જેમ જ સ્ટેજ ઉપર પણ શાહરુખ-દીપિકાની કેમિસ્ટ્રી હૉટ હતી.

સ્ટેજ પર શાહરુખ
શાહરુખ ખાનના વિદેશોમાં પણ મોટી સંખ્યામાં ફૅન્સ છે કે જેમને આ ટૂર દ્વારા તેઓ ફિલ્મ સાથે જોડવામાં સફળ રહ્યા છે.

પ્રેમની નિશાની
કૉન્ટેસ્ટ દરમિયાન વિજેતા બનેલા કપલને પોતાના સિગ્નેચર સ્ટેપનું સ્કેચ આપતાં શાહરુખ ખાન.

મલાઇકા અરોરા ખાન
પોતાના સિઝલિંગ મૂવ્સ સાથે ઑડિયંસને ડોલાવતાં મલાઇકા.

ગુલાબી માધુરી
સ્લૅમ ધ ટૂરમાં માધુરી દીક્ષિતે ગેસ્ટ અપીરિયંસ આપ્યુ હતું.

ફરાહ-બોમન
દિગ્દર્શક ફરાહ ખાન અને બોમન ઈરાનીની કેમિસ્ટ્રીએ પણ લોકોનું મનોરંજન કર્યુ હતું.

ગોલ્ડન દીપિકા
દીપિકા પાદુકોણે હાલમાં મોસ્ટ સાઉટ અભિનેત્રી છે.

માધુરી સાથે ટીમ
હૅપ્પી ન્યુ ઈયરની આખી ટીમ માધુરી દીક્ષિત સાથે પરફૉર્મ કરતા જણાય છે.

લાઇટ્સ-કૅમેરા-એક્શન
એક્શન કહેવા માટે તૈયાર દિગ્દર્શક ફરાહ સાથે હૅપ્પી ન્યુ ઈયર ટીમ.

કમબૅક
હૅપ્પી ન્યુ ઈયરની ટીમ ટૂરમાંથી ભારત પરત ફરી છે. મુંબઈ ઍરપોર્ટ પર અભિષેક બચ્ચન, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે સાથે પહોંચ્યા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
