Birthday: મિસ ઈન્ડિયા રહી ચૂકેલી નૂતને 60 વર્ષ પહેલા બિકિની પહેરીને સનસની મચાવી હતી
Birthday: મિસ ઈન્ડિયા રહી ચૂકેલી નૂતને 60 વર્ષ પહેલા બિકિની પહેરીને સનસની મચાવી હતી
4 જૂન 1936ના રોજ મુંબઈમાં નૂતનનો જન્મ થયો હતો. ત્યારે કદાચ કોઈને ખબર નહોતી કે તે આગળ જઈ આટલી ઉંચાઈઓ સુધી પહોંચશે. મોનિષ બહલની મા અને પોતાના જમાનાની દિગ્ગજ અભનેત્રી નૂતન જેમને કોઈ પરિચયની જરૂરત નથી. એવી એક્ટ્રેસ જે સાદગી, સહજતા અને સુદરતા માટે લકપ્રિય હતી. મિસ ઈન્ડિયા રહી ચૂકેલી નૂતને પડદા પર ધમાલ મચાવી દીધો હતો. જેને પગલે તમામ અવોર્ડ્સ અને પદ્મશ્રીથી તેમને નવાજવામા ંઆવી હતી. એવો જ કમાલ કરનાર નૂતન હંમેશા માટે આપણા દિલમાં વસી ગઈ.
હિન્દી સેનામાના ઈતિહાસમાં નૂતન પહેલી એવી એક્ટ્રેસ છે જે મિસ ઈન્ડિયા બન્યા બાદ ફિલ્મોમાં જોવા મળી. જો કે અગાઉ જ તે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી ચૂકી હતી. જે બાદ તેમણે આ પ્રતિયોગિતા જીતી અને પછી તે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા લાગી. પછીં તે ફિલ્મોમાં પણ અવ્વલ રહી. એવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે પોતાના જમાનામાં તેઓ સૌથી વધુ ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ જીતનાર અભિનેત્રી હતી.

નૂતનને વારસામાં મળી એક્ટિંગ
નૂતનની મા શોભના ખુદ એક એક્ટ્રેસ રહી જેમણે કેટલીય મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. નૂતનના પિતા નિર્દેશક હતા.

મિસ ઈન્ડિયા નૂતન
માત્ર 16 વર્ષની ઉંમરમાં જ નૂતને મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. જે બાદ તે ફિલ્મોમાં આવવા લાગી. નૂતન પહેલી એક્ટ્રેસ છે જેમણે આ તાજ પહેર્યા બાદ એક્ટિંગ કરી.

નૂતન ડેબ્યૂ
નૂતને બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી. તેમની પહેલી ફિલ્મ 'લન દમયંતી' હતી. મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ ૂતનની માએ જ તેમને લૉન્ચ કરી. લીડ એક્ટ્રેસ તરીકે નૂતનની પહેલી ફિલ્મ 'હમારી બેટી' હતી જેનું નિર્દેશન તેની માતા શોભનાએ જ કર્યું હતું.

ફરી ચમકી નૂતન
નૂતને શરૂઆતી કરિયરમાં 'હમારી બેટી', શીશમ, નગીના જેવી ફિલ્મો કરી. પરંતુ આનાથી તે ઓળખ ના બનાવી શકી. પછી નૂતનને વર્ષ 1955માં આવેલી ફિલ્મ સીમામાં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મમાં નૂતને લીડ રોલ નિભાવ્યો અે આના માટે તેમણે પહેલો ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ પણ જીત્યો. જે બાદ ત્રણ વર્ષ બાદ નૂતનની સોને કી ચિડિયા ફિલ્મ આવી, જે બાદ નૂતનનો ડંકો ચારેય બાજુ વાગવા લાગ્યો.

જ્યારે નૂતને બિકિની પહેરી બધાને ચોંકાવી દીધા
નૂતને સુજાતા, બંદિની, દિલ ને ફિર યાદ કિયા, સરસ્વતી ચંદ્ર, સૌદાગર અને મેરી જંગ જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું. આવી ઢગલાબંધ ફિલ્મો કર્યા બાદ તે ટ્રેજડી ક્વિનના નામે પણ મશહૂર થવા લાગી. પરંતુ એક ઘટના એ હતી જ્યારે નૂતને ઈન્ડસ્ટ્રી સહિત તમામ ફેન્સને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે વર્ષ 1958માં આવેલી ફિલ્મ દિલ્હી કા ઠગમાં નૂતને સ્વિમિંગ સૂટ પહેર્યું હતું, ફલ્મના પસ્ટમાં પણ તે બિકિનીમાં જોવા મળી હતી. તે જમાનામાં આવા બોલ્ડ લુકથી નૂતને સૌકોઈને દંગ કરી દીધા હતા.

જ્યારે સંજીવ કુમાર જેવા એક્ટરને થપ્પડ મારી
વર્ષ 1960ની વાત છે, એ દરમિયાન ફિલ્મ દેવીનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એ સમયે કોઈ મેગેઝીનમાં પોતાના અને સંજયના લવ અફેર્સના કિસ્સા વાંચી નૂતનને એટલો ગુસ્સો આવ્યો કે તેણે એક્ટરને ઝાપટ ચોંટાડી દીધી હતી. આ વાત ત્યારની છે જ્યારે સંજીવ કુમાર પોતાના કરિયરના શરૂઆતી સફરમાં હતા. જ્યારે નૂતન મોટી સ્ટાર બની ચૂકી હતી.

નૂતનના લગ્ન, પતિ અને દીકરો
આમ તો નૂતન પર ઈન્ડસ્ટ્રીના કેટલાય એક્ટર અને ફિલ્મમેકર ફિદા થયા કરતા હતા. જેમાં શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર પ્રમુખ હતા. પરંતુ આ બધાની વચ્ચે નૂતને ઈન્ડસ્ટ્રીથી દૂર નેવી ઑફિસર રજનીશ બહલ સાથે 11 ઓક્ટોબર 1959ના રોજ લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન બાદ પણ નૂતનનો હિટ અને મટી ફિલ્મો આપવાનો સિલસિલો ચાલુ રહ્યો. લગ્નના બે વર્ષ બાદ દીકરો મોહનીશ પેદા થયો.

કેન્સરથી પીડાતી હતી
નૂતનને બ્રેસ્ટ કેંસર થઈ ગયું હતું. તેમણે કેન્સરને માત આપી દીધઈ હતી પરંતુ આ દરમિયાન તેમના લીવર પર અસર પડી અને ધીરે ધીરે લીવર ફેલ થઈ ચૂક્યું હતું. આ બે મોટી બીમારીઓને પગલે નૂતને આ દુનિયાને અલવિદા કહી દીધી. પરંતુ પોતાની ફિલ્મો અને કેરેક્ટર દ્વારા હંમેશા ફેન્સ વચ્ચે જીવંત રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
