B'day: 3 વાર લગ્ન, 37 વર્ષ નાની જસલીન સાથે અફેર, અહીં જાણો અનૂપ જલોટાના જીવનની રસપ્રદ વાતો
Anup Jalota Birthday: ભજન સમ્રાટ અનૂપ જલોટાએ તેમની કારકિર્દીમાં એકથી એક ચડિયાતા ગીતો ગાયા છે. જેમાં 'ઐસી લગી લગન', 'હરિ નામ કા પ્યાલા', 'રંગ દે ચુનરિયા'ના સુપરહિટ ગીતોનો સમાવેશ થાય છે. પરંતુ સિંગર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહ્યા છે.
આજે એટલે કે 29 જુલાઈ, 2023ના રોજ, અનૂપ જલોટા તેમનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

તમને જણાવી દઈએ કે 70 વર્ષીય અનૂપ જલોટાએ અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યા છે, જેમાંથી તેમણે બે પત્નીઓથી છૂટાછેડા લીધા હતા અને એક પત્નીનું મૃત્યુ થયું હતું. આ બધા ઉપરાંત જ્યારે તે સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બૉસ સિઝન 12નો ભાગ બન્યા, તે દરમિયાન તે પોતાનાથી 37 વર્ષ નાની જસલીન મથારુ સાથેના સંબંધોને લઈને ખૂબ ચર્ચામાં હતા.
બિગ-બૉસ 12ના શોમાં બંનેએ બધાની સામે પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. ત્યારે જસલીન 28 વર્ષની હતી જ્યારે અનૂપ જલોટા 65ને પાર કરી ચૂક્યા હતા. અનૂપે ખુલ્લેઆમ જસલીન સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ સાંભળીને ઘરના સભ્યો અને તમામ ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું. જો કે, તેમનો સંબંધ લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યો.
આ સિવાય અનૂપ જલોટાએ પહેલા લગ્ન સોનાલી સેઠ સાથે તેમના પરિવારની વિરુદ્ધ કર્યા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. તેના અનૂપે બીના ભાટિયા સાથે બીજા લગ્ન કર્યા, જે એરેન્જ્ડ મેરેજ હતા. જો કે, આ સંબંધ પણ સારો ન ચાલ્યો અને બંનેએ છૂટાછેડા લેવાનું યોગ્ય માન્યું.
આ પછી અનૂપ જટોલાના ત્રીજા લગ્ન મેધા ગુજરાલ સાથે થયા. બંનેના લગ્ન ખૂબ જ ખુશીથી ચાલી રહ્યા હતા. પરંતુ મેધાને વર્ષ 2014માં અચાનક લીવર ફેલ થઈ ગયું, જેના કારણે તેનું મોત થઈ ગયું. એકંદરે અનૂપ જટોલાના જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
