Happy B'day: એક સમયે દેવામાં ડૂબેલા હતા બીગ બી, ગીરવે રાખ્યુ હતુ આલીશાર ઘર, હવે 81ની ઉંમરે વસૂલે છે કરોડો
Amitabh Bachchan Birthday: બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી. તેમણે વર્ષ 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 81 વર્ષની ઉંમરે પણ તેઓ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને દર વર્ષે 3થી 4 ફિલ્મો આપે છે.
આજે એટલે કે 11 ઓક્ટોબર 2023ના રોજ, અભિતાભ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ અમિતાભ પાસે કેટલા કરોડની સંપત્તિ છે.

અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા છે. પોતાના દમદાર અભિનયથી તેમણે વૃદ્ધાવસ્થાથી યુવા વય સુધી લોકોના દિલો પર રાજ કર્યું. તેમણે જંજીર, અગ્નિપથ, શોલે, ખુદા ગવાહ, અમર અકબર અને એન્થની જેવી ઉત્તમ ફિલ્મો આપી છે. જ્યારે અભિનેતાએ ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી બૉલિવુડમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે માત્ર 5,000 રૂપિયા ફી લીધી હતી. આજે તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે.
રિપોર્ટસ અનુસાર, અમિતાભ બચ્ચન 81 વર્ષની ઉંમરે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયાની તગડી ફી લે છે. આ સિવાય તે લાંબા સમયથી ટીવી શો કૌન બનેગા કરોડપતિને પણ હોસ્ટ કરી રહ્યા છે. એક્ટર્સ એક એપિસોડ માટે 4થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. દરેક સિઝનમાં તે તેમની ફીમાં વધારો કરે છે.
મળતી માહિતી મુજબ, અમિતાભ બચ્ચન તેમના આખા પરિવારમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે. એક રિપોર્ટ અનુસાર, અભિનેતા દર મહિને 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. અભિનેતાની વાર્ષિક આવક 60 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે 410 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 3390 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી એવી કમાણી કરે છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સૌથી મોંઘી કારમાં સવારી કરે છે. તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર ઑટોબાયોગ્રાફી, મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા ફેસલિફ્ટ જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે. આ સિવાય બિગ બીએ ટોયોટા કેમરી હાઇબ્રિડ પણ ખરીદી હતી. આ તમામ વાહનોની કિંમત કરોડોમાં છે.
આ સિવાય અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં ચાર બંગલા છે. જેમાં જલસા, જનક, પ્રતિક્ષા અને વત્સ છે. અભિનેતા તેમના પરિવાર સાથે જલસા બંગલામાં રહે છે. જ્યાં દર રવિવારે તેના તમામ ચાહકો અભિનેતાની એક ઝલક જોવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. પ્રતિક્ષા બંગલાની કિંમત 160 કરોડ રૂપિયા છે. આ સિવાય અમિતાભ બચ્ચન પાસે બીજી ઘણી પ્રોપર્ટી છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2000માં અમિતાભ બચ્ચન પાસે કોઈ ફિલ્મ નહોતી. તે સમયે તે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. અભિનેતાના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે બિગ બીને પોતાનો બંગલો 'પ્રતીક્ષા' પણ ગીરવે રાખવો પડ્યો. પરંતુ આજે આ અભિનેતાની કિંમત કરોડોમાં છે અને તેમની ગણતરી બૉલીવુડના સૌથી અમીર કલાકારોમાં થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
