Happy B'day Sanjay Dutt: 62 વર્ષના થયા સંજૂ બાબા, જાણો કેટલી સંપત્તિના છે માલિક?
હિંદી સિનેમાના સુપર સ્ટાર સંજય દત્ત આજે 62 વર્ષના થઈ ગયા છે. આવો જાણીએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહેતા સંજય દત્ત કેટલી સંપત્તિના માલિક છે.
નવી દિલ્લીઃ હિંદી સિનેમાના સુપર સ્ટાર સંજય દત્ત આજે 62 વર્ષના થઈ ગયા છે. જીવનમાં ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થયેલ સંજય દત્ત આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. રીયલ લાઈફમાં પણ ખૂબ બિન્દાસ રહેતા સંજય દત્ત મહાન કલાકાર સુનીલ દત્ત અને લોકપ્રિય અભિનેત્રી નરગિસના પુત્ર છે. આવો જાણીએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહેતા સંજય દત્ત કેટલી સંપત્તિના માલિક છે.

આટલી સંપત્તિના માલિક છે સંજય દત્ત
caknowledge.comના રિપોર્ટ મુજબ સંજય દત્ત એક રાજા જેવુ જીવન જીવે છે. તે ફિલ્મો ઉપરાંત એંડોર્સમેન્ટથી પૈસા કમાય છે. વેબસાઈટ મુજબ સંજય દત્ત એક એડ દ્વારા 5-6 કરોડ રૂપિયા કમાય છે. મુંબઈ જેવા શહેરમાં સંજય દત્ત પાસે ઘણા ઘર છે. તે હાલમાં પોતાની પત્ની માન્યતા અને પોતાના બે જોડકા બાળકો સાથે મુંબઈના નરગિસ દત્ત રોડ, પાલી હિલ, બાંદ્રાના ઘરમાં રહે છે. આ રોડ તેમની મા નરગિસના નામ પર છે. કહેવાય છે કે આ ઘરની કિંમત 3.5 કરોડ આસપાસ છે અને ઘરમાં બધી લક્ઝરી સુવિધાઓ છે.

લક્ઝરી કારોનો શોખ છે સંજૂ બાબાને
બૉલિવુડના સંજૂ બાબાને કારોનો પણ ઘણો શોખ છે. તેમની પાસે લક્ઝરી કારોનુ કલેક્શન છે. તેમની પાસે રેડ ફરારી 599 જીટીબી, રૉલ્સ રૉય ઘોસ્ટ, ઑડી એ9 એલ ડબ્લ્યુ12, ઑડી આર8, ઑડીક્યુ7, બેંટલે કૉન્ટિનેન્ટલ જીટી, ટોયોટા લેન્ડ ક્રૂઝર, મર્સિડીઝ એમ-ક્લાસ, લેક્સસ એલએક્સ470, પૉર્શ એસયુવી, હાર્લે-ડેવિડસન અને એક Ducatiનુ કલેક્શન છે.

દેશમાં સૌથી વધુ ઈનકમટેક્સ ભરનારમાંના એક છે સંજય દત્ત
સંજય દત્ત ઘણુ ડોનેશન પણ આપે છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓની આર્થિક રીતે મદદ પણ કરે છે. તેમણે કોરોના મહામારી દરમિયાન ગરીબ લોકોને ફ્રીમાં જમવાનુ પૂરુ પાડ્યુ હતુ. તે પોલિયો ઈલાજ અને ઘણા રાજ્યોના પર્યટન વિભાગના બ્રાંડ એમ્બેસેડર પણ છે. તે દેશમાં સૌથી વધુ ઈનકમ ટેક્સ ભરનાર લોકોમાંના એક છે.

ત્રણ બાળકોના પિતા છે સંજય દત્ત
અંગત જીવનની વાત કરીએ તો સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન ઋચા શર્મા સાથે થયા હતા પરંતુ તેને બ્રેઈન ટ્યુમર થવાના કારણે વર્ષ 1996માં નિધન થઈ ગયુ હતુ. આ લગ્નથી સંજૂ બાબાને એક દીકરી ત્રિશાલા છે કે જે પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે યુએસમાં રહે છે. ત્યારબાદ સંજયે મૉડલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેની સાથે ડિવોર્સ થઈ ગયા. ત્યારબાદ વર્ષ 2008માં ગોવામાં સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કરી લીધા અને 21 ઓક્ટોબર, 2010ના રોજ તે જોડકા બાળકોના પિતા બન્યા. છોકરાનુ નામ શહરાન અને છોકરીનુ નામ ઈકરા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
