નકલી રિંગ આપીને અભિષેકે 12 વર્ષ પહેલા ઐશ્વર્યા રાયને બનાવી બચ્ચન વહુ, ફોટા વાયરલ
આજે બોલિવુડના સફળ અને મોડ ફોર ઈચ અધર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પોતાના લગ્નની 12મી લગ્નતિથિ મનાવી રહ્યા છે.
આજે બોલિવુડના સફળ અને મોડ ફોર ઈચ અધર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પોતાના લગ્નની 12મી લગ્નતિથિ મનાવી રહ્યા છે. 12 વર્ષમાં બંનેના સંબંધોમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા. ઘણી વાર એવા સમાચાર પણ આવ્યા કે બંને એકબીજા સાથે છૂટાછેડા લેવાના છે. જો કે આ સમાચાર માત્ર અફવા નીકળ્યા. બોલિવુડમાં આમ તો લગ્ન ટકવા બાય ચાંસ જ માનવામાં આવે છે. અહીં સંબંધો ફિલ્મોની રિલીઝની જેમ દર અઠવાડિયે બદલાતા રહે છે. પરંતુ ઐશ્વર્યા અને અભિષેકે એક ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. પોતાના પિતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જેમ પુત્ર અભિષેકે ઐશ્વર્યા સાથે લગ્નને એ રીતે બાંધી રાખ્યા છે કે માનો કાલની વાત છે જ્યારે ઐશ્વર્યા, બચ્ચન પરિવારની વહુ બની હતી.

ઐશ્વર્યાને પામવા માટે અભિષેકે ઘણી મહેનત કરવી પડી
ઈવેન્ટ હોય કે પછી વેકેશન. બંનેના વાયરલ ફોટા આજે પણ તેમના શરૂઆતના દિવસોના પ્રેમનો અહેસાસ કરાવે છે. જો કે તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા બંને કોઈ બીજાને ડેટ કરી રહ્યા હતા. એટલુ જ નહિ બંને પોતાના તૂટેલા સંબંધથી ડિપ્રેશનમાંથી પણ પસાર થઈ રહ્યા હતા. એવામાં દોસ્તીના રંગે ઐશ્વર્યા અને અભિષેકની જિંદગીમાં પ્રેમનો ઈન્દ્રધનુષી રંગ મેળવી દીધો. તમને જણાવી દઈએ કે પોતાની ડ્રીમ ગર્લ ઐશ્વર્યાને પામવા માટે અભિષેકે ઘણી મહેનત કરવી પડી હતી. ઘણી સામાન્ય પરંતુ રસપ્રદ છે બંનેની લવસ્ટોરી. આજે તેમની લગ્નતિથિ પ્રસંગે જુઓ ઐશ્વર્યા અને અભિષેકના ન જોયેલા ફોટા અને તેમના પ્રેમથી લગ્ન સુધી પહોંચવાની રસપ્રદ ફિલ્મી લવસ્ટોરી.

2007માં ન્યૂયોર્કના ઠંડીના દિવસોમાં
તમે ઘણી વાર વાંચ્યુ હશે કે વર્ષ 2007માં ન્યૂયોર્કના ઠંડીના દિવસોમાં અભિષેકે બાલ્કનીમાં ઐશ્વર્યાને પોતાના દિલની વાત કહી હતી.

નકલી રિંગ સાથે
ઐશ્વર્યા તો માત્ર અભિષેકની આ પ્રપોઝલની જ રાહ જોઈ રહી હતી. તમને જણાવી દઈએ કે અભિષેક જે રિંગથી ઐશ્વર્યાને પ્રપોઝ કર્યુ હતુ તે નકલી હતી.

સોલિટેયર ડાયમંડથી નહિ
જો કે તમે હવે વિચારી રહ્યા હશો કે આ નકલી રિંગ ક્યાંથી મળી. અભિષેકે ઐશ્વર્યાનેકોઈ સોલિટેયર ડાયમંડથી નહિ પરંતુ એક સામાન્ય રિંગ પહેરાવીને કહ્યુ will you marry me.

ઓ હમદમ બિન તેરે ક્યા જીના
આ નકલી રિંગનો ઐશ્વર્યાને કોઈ વાંધો નહોતો. રિંગ નકલી હોય તો શું પ્રેમ તો ચમકતા સ્ટાર જેટલો અનમોલ હતો. આ રિંગ ગુરુ ફિલ્મમાં ઉપયોગ કરાયેલુ પ્રોપ હતુ.

રબને બનાદી જોડી
હવે પ્રેમ છે તો લગ્નમાં મોડુ કેમ. અભિષેકે પ્રપોઝ કર્યાના થોડાક જ મહિના બાદ 20 એપ્રિલ 2007ના રોજ બંનેએ લગ્ન કરી લીધા.

લગ્ન પહેલા આપ્યો એકબીજાનો સાથ
લગ્ન પહેલા ઐશ્વર્યા અને અભિષેકે બેક ટુ બેક એક સાથે કામ કર્યુ. ઉમરાવ જાન, ગુરુ અને ધૂમ 2માં બંને સાથે જોવા મળ્યા. ઢાઈ અક્ષર પ્રેમ કે દરમિયાન બંને સારા દોસ્ત બન્યા.

યે તો હોના હી થા, કરિશ્મા કપૂર અને સલમાન ખાન
એવા સમાચાર હતા કે ઐશ્વર્યા એ દિવસોમાં સલમાન ખાન સાથે પોતાના તૂટેલા સંબંધથી હેરાન હતી. વળી, અભિષેક અને કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ગઈ હતી. એ તો થવાનું જ હતુ, બંનેની જોડી ભગવાને બનાવી હતી.

નાનો પરિવાર અને સુખી પરિવાર
લગ્નના આટલા વર્ષો બાદ બંને પાસે એક પ્રેમાળ દીકરી આરાધ્યા છે. બંને એક નાના અને સુખી પરિવારવાળુ જીવન જીવી રહ્યા છે.

ગુલાબ-જામુન
ઐશ્વર્યા અને અભિષેક ટૂંક સમયમાં ગુલાબ જામુન ફિલ્મમાં રોમાંસ કરતા એક સાથે ફરીથી જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
