બોલિવૂડ ફિલ્મ ધુરંધરનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, સમુદાયના અપમાનનો આક્ષેપ

બોલિવૂડની આગામી ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થતાં પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. બલોચ સમુદાય અંગે કથિત અપમાનજનક ટિપ્પણીઓ બદલ ગુજરાત હાઈકોર્ટમાં તેની સામે એક પિટિશન દાખલ કરવામાં આવી છે. આ મામલે આજે કોર્ટમાં અગત્યની સુનાવણી હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 'ધુરંધર' ફિલ્મના એક સંવાદમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ થયાનો આક્ષેપ છે. ગાંધીનગરના બે રહેવાસીઓએ, આ સંવાદથી સમુદાયની ભાવનાઓ દુભાઈ હોવાનો દાવો કરીને, કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અરજદારોએ પોતાની અરજીમાં કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં ફિલ્મમાંથી વાંધાજનક ડાયલોગ તાત્કાલિક અસરથી દૂર કરવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, પિટિશનમાં માગણી કરાઈ છે કે આ વિવાદાસ્પદ અંશને માત્ર સિનેમાઘરો જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પરથી પણ હટાવી દેવામાં આવે.

વધુમાં, અરજદારોએ ફિલ્મોમાં કોઈપણ સમુદાય વિશે નકારાત્મક કે અપમાનજનક ટિપ્પણીઓ ટાળવા પર ભાર મૂક્યો છે. ગાંધીનગરના આ બે નાગરિકોની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે વધુ સુનાવણી કરશે. કોર્ટ ફિલ્મ નિર્માતાઓ કે સેન્સર બોર્ડ પાસેથી ખુલાસો માંગશે કે કેમ, તે જોવું મહત્વનું રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X