અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત, નીચલી અદાલતના નિર્ણય પર સ્ટે
ડોન લતીફના પુત્રએ વર્ષ 2016માં રઈસ ફિલ્મના અભિનેતા શાહરૂખખાન, નિર્માતા ગૌરીખાન અને ફરહાન અખ્તર સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો કરેલો છે. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા
ડોન લતીફના પુત્રએ વર્ષ 2016માં રઈસ ફિલ્મના અભિનેતા શાહરૂખખાન, નિર્માતા ગૌરીખાન અને ફરહાન અખ્તર સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો કરેલો છે. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા માટે મંજૂરી આપેલી. જેની સામે શાહરૂખ ખાન, ગૌરીખાન, ફરહાન અખ્તર અને રાહુલ ધોળકિયાએ કરેલી અરજીમાં હાઈકોર્ટે તેમને વીસ જુલાઈ સુધી રાહત આપી છે.

હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતના હુકમ પર વીસ જુલાઈ સુધી રોક લગાવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે લતીફના વારસદારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ હાથ ઘરાશે. શાહરૂખ ખાનની હાઈકોર્ટમાં રજૂઆત શાહરૂખ અને અન્ય અરજદારોના વકીલની રજૂઆત હતી કે, ફરિયાદીના નિધન બાદ દાવાની અરજી ટકવાપાત્ર રહેતી નથી. જેથી આ અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.
અમદાવાદ સિવિલ કોર્ટનો હુકમ લતીફનો પુત્ર મુસ્તાક આ કેસમાં મૂળ અરજદાર છે. જો કે, છ જુલાઈ-2020ના રોજ તેનુ નિધન થયેલુ છે. આ પછી, તેની વિધવા અને બે દિકરીઓએ આ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરેલી. જેમાં, ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સિવિલ કોર્ટે આ અરજીને સ્વીકારેલી છે. કેસની વિગત ડોન લતીફના પુત્ર મુસ્તાકે રઈસ ફિલ્મના અભિનેતા, નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડના માનહાનિના દાવાની અરજી કરી હતી.
અરજદારનો દાવો હતો કે, આ ફિલ્મ તેના પિતા લતીફના જીવન પર આધારિત છે અને તેમાં તેના પિતાના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવેલુ છે. જેના લીધે, તેમની સામાજિક શાખને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી, વળતર પેટે 18 ટકા વ્યાજ સાથે દાવાની આ રકમ અરજી ફાઈલ કર્યાની તારીખથી ચુકવવામાં આવે. આ દાવા બાદ, છ જુલાઈ-2020ના રોજ અરજદાર મુસ્તાકનુ નિધન થયેલુ છે. વર્ષ 1997માં લતીફનુ એન્કાઉન્ટર થયેલુ વર્ષ 1997માં ગુજરાત પોલીસ દ્વારા લતીફનુ એન્કાઉન્ટર કરાયેલુ. લતીફ સામે બુટલેગિંગ સંદર્ભના 97 જેટલા ક્રિમિનલ કેસ નોંધાયેલા હતા. આ ઉપરાંત, ટાડાના કાયદા હેઠળ પર તેની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
