અજય-અક્ષય નહીં, ‘ચીચી’ હતો રવીનાનો ઑનસ્ક્રીન ‘ગોવિંદા’!
મુંબઈ, 26 ઑક્ટોબર : બૉલીવુડના મસ્ત મસ્ત ગર્લ આજે 39મો જન્મ દિવસ ઉજવે છે. બૉલીવુડમાં ફ્લૉપ ફિલ્મોથી શરુઆત કરનાર રવીના એક સમયે ટોચના અભિનેત્રીઓમાંના એક બની ગયા હતાં. બૉલીવુડના લગભગ એક દાયકાના ઉજ્જવળ કૅરિયર દરમિયાન રવીના ટંડનના અજય દેવગણ અને અક્ષય કુમાર સાથે અફૅરની ચર્ચાઓ ચગી, પણ રીલ લાઇફની વાત કરીએ, તો રૂપેરી પડદા ઉપર રવીનાનો ગોવિંદા અજય કે અક્ષય નહીં, પણ અર્જુન હતો.
ન સમજ્યાં? અર્જુનને ઓળખ્યા કે કેમ? અરે અર્જુન એટલે અર્જુન આહુજા એટલે આપણા ચીચી ઉર્ફે ગોવિંદા. સૌ જાણે છે કે ઑફસ્ક્રીન રવીના ટંડન ભલે અજય દેવગણ કે અક્ષય કુમારના પ્રેમમાં ઘેલા બન્યાં હોય અને છેલ્લે નિષ્ફળતા પણ તેમને મળી હોય, પરંતુ રવીનાનો ઑનસ્ક્રીન ગોવિંદા તો આપણા અર્જુન આહુજા એટલે કે ગોવિંદા જ હતાં. બંનેએ પડદા ઉપર જોરદાર ધમાલ મચાવી. રવીનાએ અજય દેવગણ સાથે દિલજલે, તો અક્ષય કુમાર સાથે મોહરા જેવી સુપર હિટ ફિલ્મો ભલે આપી હોય, પરંતુ ગોવિંદા સાથે તેમની મોટાભાગની ફિલ્મો સફળ રહી હતી.
રવીના ટંડન ગોવિંદા સાથેની ફિલ્મોનો દોર આજે પણ ભુલી શક્યા નથી. એવું અમે નથી કહેતા. થોડાક દિવસ પહેલા ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મનું ગીત મૈં તેરે અગલ બગલ... જોઈ રવીના ટંડન પોતે ગોવિંદા સાથેની ફિલ્મોના દોરમાં પહોંચી ગયા હતાં. રવીનાએ ટ્વીટ કર્યું હતું - રાજ કે. સંતોષીની નવી ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં એક જોરદાર ગીત છે. હું તેને બહુ પસંદ કરુ છું. ઘણા વખતથી કોઈ ગીત નાચવા લાયક નહોતુ લાગતું. આ ગીત મને ચીચી (ગોવિંદા)ના ગીતોની યાદ અપાવે છે. સારૂં છે કે તેમાં કોઈ અશ્લીલતા નથી. ગુડ જૉબ શાહિદ એન્ડ સંતોષી.
તો જુઓ તસવીરો સાથે રવીના-ગોવિંદાની જોડી :

અંદાઝ અપના અપના
આમિર ખાન, સલમાન ખાન, રવીના ટંડન અને કરિશ્મા કપૂરની ફિલ્મ અંદાઝ અપના અપનામાં ગોવિંદા મહેમાન કલાકાર તરીકે દેખાયા હતાં. રવીનાએ ગોવિંદા સાથે પહેલી વાર સ્ક્રીન શૅર કરી હતી.

દીવાના મસ્તાના
ગોવિંદા, અનિલ કપૂર અને જુહી ચાવલાની ફિલ્મ દીવાના મસ્તાનામાં રવીના ટંડન ગેસ્ટ ઍપીરિયંસ તરીકે દેખાયા હતાં. ગોવિંદા-રવીનાએ આ ફિલ્મ સાથે બીજી વખત સ્ક્રીન શૅર કરી હતી.

આંટી નંબર 1
આંટી નંબર 1 ફિલ્મ સાથે પહેલી વાર રવીના ટંડન અને ગોવિંદા લીડ રોલમાં આવ્યા હતાં. આ ફિલ્મ હિટ રહી હતી અને અહીંથી જ ગોવિંદા-રવીનાની કૉમેડી હિટ જોડીની શરુઆત થઈ હતી.

દૂલ્હે રાજા
દૂલ્હે રાજા આ જોડીની સુપર હિટ ફિલ્મ હતી. ગોવિંદા અને રવીના ટંડનની આ ફિલ્મમાં ગોવિંદા અને કાદર ખાને જોરદાર કૉમેડી કરી હતી અને ગોવિંદા-રવીનાની જોડી પણ હિટ થઈ ગઈ હતી.

બડે મિયા છોટે મિયા
અમિતાભ બચ્ચન અને ગોવિંદાના લીડ રોલ ધરાવતી બડે મિયા છોટે મિયા ફિલ્મમાં પુનઃ એક વાર રવીનાએ ગોવિંદા સાથે જોડી બનાવી. આ ફિલ્મ શાનદાર કૉમેડી હિટ હતી, તો ગોવિંદા-રવીનાની જોડી પણ પસંદ કરાઈ હતી.

પરદેસી બાબુ
પરદેસી બાબુ ફિલ્મમાં ગોવિંદા સાથે રવીના ટંડન ઉપરાંત શિલ્પા શેટ્ટી પણ હતાં. આ ફિલ્મ સરેરાશ રહી હતી.

અનાડી નંબર 1
અનાડી નંબર 1 પણ એક કૉમેડી ફિલ્મ હતી અને ગોવિંદા તથા રવીનાએ શાનદાર કૉમેડી કરી હતી.

રાજાજી
રાજાજી પણ કૉમેડી ફિલ્મ હતી. આ ફિલ્મમાં પુનઃ એક વાર ગોવિંદા-રવીનાની જોડી હિટ રહી હતી.

અંખિયોં સે ગોલી મારે
કાદર ખાન અને ગોવિંદા સાથે પુનઃ એક વાર રવીનાએ તિકડી જમાવી અને અંખિયોં સે ગોલી મારે ફિલ્મે લોકોને ખૂબ હસાવ્યાં.

વાહ તેરા ક્યા કહના
વાહ તેરા ક્યા કહના ફિલ્મમાં રવીના-ગોવિંદાની જોડીએ હૈદરાબાદી હિન્દી બોલી લોકોને ખૂબ હસાવ્યાં.

સૅન્ડવિચ
સૅન્ડવિચ ફિલ્મમાં ગોવિંદા સાથે રવીના ઉપરાંત મહિમા ચૌધરી પણ હતાં. ફિલ્મ એક વ્યક્તિની બે પત્નીઓ પર આધારિત હતી. ફિલ્મનું નામ અગાઉ હમ દો હમારા એક હતું કે જે પછીથી સૅન્ડવિચ કરી દેવાયું. રવીના-ગોવિંદાની આ છેલ્લી ફિલ્મ હતી કે જે હિટ રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
