ગોવિંદાના પત્નીની ડંફાસ : નર્મદાએ 30 ફિલ્મો ઠુકરાવી, સ્ક્રિપ્ટ સારી નહોતી!
મુંબઈ, 28 એપ્રિલ : આને કહેવાય મોટા બોલ કે જે આજકાલ અભિનેતા ગોવિંદાના પત્ની સુનીતાના મોઢે નિકળી રહ્યાં છે. નેવુના દાયકાના કૉમેડી કિંગ ગોવિંદાના પત્ની સુનીતાએ આઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં જણાવ્યું કે તેમની દીકરી નર્મદા સારી સ્ક્રિપ્ટના ઇંતેજરમાં છે. તેથી અત્યાર સુધી ફિલ્મોમાં નથી આવી. નહિંતર તેની પાસે સતત ઑફરો આવી રહી છે.
સુનીતા આહુજાની માનીએ તો તેમની દીકરી નર્મદા પાસે છેલ્લા ત્રણ વર્ષમાં એક કે બે નહીં, પણ 30 ફિલ્મોની ઑફરો આવી છે, પરંતુ નર્મદા તમામ ઑફરો ઠુકરાવી ચુકી છે. ગોવિંદા અને તેમના પત્ની સુનીતા હાલ આઇફા ઍવૉર્ડ્સ 2014માં ભાગ લેવા માટે અમેરિકાના ફ્લોરિડા ખાતે આવેલ ટૅમ્પા બેમાં પહોંચ્યાં છે.
નોંધનીય છે કે નર્મદા આહુજાની બૉલીવુડમાં શાનદાર એન્ટ્રી કરાવવા માંગતા ગોવિંદા ઘણા સમયથી આ અંગે પ્રયત્નશીલ છે. અહીં સુધી કે સલમાન ખાન સાથે દબંગ ફિલ્મ દ્વારા નર્મદાની બૉલીવુડમાં એન્ટ્રી થવાની હતી, પરંતુ સલમાને તે ફિલ્મમાં સોનાક્ષી સિન્હાને કાસ્ટ કરી અને તેથી સલમાન સામે ગોવિંદા નારાજ પણ થઈ ગયા હતાં. નર્મદા આજ સુધી બૉલીવુડ પ્રવેશ માટે તલસી રહ્યા છે, પરંતુ તેમનું હજી સુધી ઠેકાણું પડ્યું નથી.
ચાલો નર્મદા આહુજાની તસવીરો સાથે જોઇએ કે તેમના માતા સુનીતા શું કહે છે :

નર્મદાની તૈયારી
સુનીતાએ જણાવ્યું - નર્મદા લાંબા સમયથી બૉલીવુડમાં આવવાની તૈયારી કરી રહી છે.

ત્રીસ ઑફર્સ ઠુકરાવી
નર્મદાના પદાર્પણ અંગેના સવાલના જવાબમાં સુનીતાએ જણાવ્યું - છેલ્લા ત્રણ વર્ષોમાં નર્મદા 30 ફિલ્મોની ઑફરો ઠુકરાવી ચુકી છે.

પિતા જેવી ફિલ્મો
સુનીતા કહે છે - નર્મદા ગોવિંદા શૈલીની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તે હાસ્ય ફિલ્મો કરવા માંગે છે.

વાતચીત ચાલુ
સુનીતાએ જણાવ્યું - હાલમાં અનેક લોકો સાથે વાતચીત ચાલી રહી છે. જોઇએ શું થાય છે.

દબાણની જરૂર નહીં
સુનીતાએ જણાવ્યું - નર્મદા દબાણમાં કામ કરવા નથી માંગતી.

અપેક્ષાઓ વધુ
સુનીતા કહે છે - એક ફિલ્મસ્ટારની દીકરી હોવાના નાતે નર્મદા પાસે મોટી અપેક્ષાઓ રાખવામાં આવશે અને તેની સરખામણી પિતા સાથે થશે.

ગોવિંદા સલાહ લે છે
ગોવિંદાની જિંદગીની ગાડીમાં એક મજબૂત પૈડાની જેમ સાથ આપનાર સુનીતા કહે છે કે ગોવિંદા પોતાની ફિલ્મો માટે તેમની પાસે સલાહ જરૂર લે છે.

ગોવિંદા પણ માને છે
ગોવિંદાએ તાજેતરમાં જ જણાવ્યુ હતું કે સેક્સ કૉમેડી ફિલ્મમાં કામ કરવા માટે તેમને પોતાની પત્નીને પૂછવું પડશે.

ગોવિંદા શ્રેષ્ઠ પતિ, પિતા અને પુત્ર
સુનીતા કહે છે - કોઈ પણ ફિલ્મ માટે હા કરતા પહેલા તેઓ મારો અભિપ્રાય લે છે. વાર્તા ન ગમે, તો તેઓ ફિલ્મ નથી કરતાં. હું ઘરે માલકણ છું. અમારા લગ્નને 30 વર્ષ થઈ ચુક્યાં છે અને અમારૂં જીવન સુખમય છે. ગોવિંદા શ્રેષ્ઠ પતિ, પિતા અને પુત્ર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
