જાણો કોણ છે વીર સાહૂ? જેણે કર્યો સપના ચૌધરી સાથે ગૂપચૂપ લગ્નનો દાવો
સપના ચૌધરીને ટ્રોલ કરનારની તેના પતિ વીર સાહૂએ ફેસબુક લાઈવ કરીને બોલતી બંધ કરી દીધી. જાણો આ વીર સાહૂ કોણ છે.
નવી દિલ્લીઃ 'તેરી આંખ્યા કા યો કાજલ' ગીતથી લોકોને પોતાના દીવાના બનાવનાર જાણીતી હરિયાણવી ગાયિકા અને ડાંસર સપના ચૌધરીના મા બનવાના સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે. મળતી માહિતી મુજબ સપના ચૌધરીએ રવિવારે રાતે એક ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. સપના ચૌધરીએ પોતાના લગ્નના સમાચારને સાર્વજનિક કર્યા નહોતા માટે લોકો માટે તેના મા બનવાના સમાચાર ચોંકાવનારા છે. લોકોએ આના માટે સપના ચૌધરીને ટ્રોલ કરવાની પણ કોશિશ કરી પરંતુ સપનાના પતિ વીર સાહૂએ ફેસબુક લાઈવ કરીને બધાની બોલતી બંધ કરી દીધી.

સપનાના પતિએ બધાની કરી બોલતી બંધ
પોતાના અને સપનાના ગુડ ન્યૂઝ આપતા વીર સાહૂએ એ લોકોને ક્લાસ લઈ લીધી જે તેમના અંગત જીવન પર ટિપ્પણી કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે દરેકની પર્સનલ લાઈફ હોય છે માટે દરેક વસ્તુનો તમાસો બનાવવો જરૂરી નથી.

સપના અને વીરની સગાઈના સમાચાર આવ્યા હતા સામે
તમને જણાવી દઈએ કે માર્ચ 2020માં સપના અને વીર સાહુની સગાઈના સમાચાર સામે આવ્યા હતા પરંતુ તે વખતે સપના કોઈ સાર્વજનિક મંચમાં દેખાયા નહોતા અને હવે તેા મા બનવાના સમાચાર આવ્યા છે. જો કે કહેવામાં આવી રહ્યુ છે કે સપનાએ આ વર્ષે જાન્યુઆરીમાં વીર સાહૂ સાથે લગ્ન કરી લીધા અને 9 મહિના બાદ તેણે પુત્રને જન્મ આપ્યો છે. સપના અને વીર સાહૂ ચાર વર્ષથી રિલોશનમાં હતા પરંતુ જે વખતે બંનેએ લગ્નનો નિર્ણય લીધો એ વખતે વીરના મામાનુ નિધન થઈ ગયુ અને આ કારણે બંને એક સાદા સમારંભમાં લગ્ન કરી લીધા જેમાં બંનેના પરિવારવાળા શામેલ થયા હતા.

કોણ છે વીર સાહૂ?
તમને જણાવી દઈએ કે સપના ચૌધરીના પતિ વીર સાહૂ એક ગાયક અને હરિયાણવી અભિનેતા છે. તેમને 'બબ્બૂ માન' નામથી ઓળખવામાં આવે છે. સંગીત તેમનુ જૂનૂન છે અને આ ફિલ્ડમમાં કરિયર બનાવવા માટે વીરે મેડિકલનો અભ્યાસ પણ છોડી દીધો હતો. વીરની લોકપ્રિયતા વર્ષ 2016માં આવેલા મ્યૂઝિક વીડિયો 'ઠાડી બૉડી'થી વધી અને ત્યારબાદ 'આઈ રસૂખ આલા જાટ', 'આહ ચક' મ્યૂઝિક વીડિયોએ ધમાલ મચાવી. વીર હિસારના જમીનદાર પરિવારમાંથી આવે છે જ્યારે સપના ચૌધરી એક જાટ પરિવારમાંથી આવે છે. સપના અને વીર એકબીજાને એક અવૉર્ડ ફંક્શનમાં મળ્યા હતા ત્યારથી બંને વચ્ચે દોસ્તી થઈ અને બંને ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
