જેની સામે પાકિસ્તાનની કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું એ અભિનેત્રી સબા કમર કોણ છે?
ફિલ્મ હિન્દી મીડિયમમાં ઈરફાન ખાન સાથે મોટા પડદા પર ચમકેલી સબા કમરનો અભિનય લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. સબાએ ફિલ્મમાં ઈરફાન ખાન સાથે જે રીતે મોટા પડદા પર અભિનય કર્યો હતો તેને એક અલગ ઓળખ આપી છે.
મુંબઈ : ફિલ્મ હિન્દી મીડિયમમાં ઈરફાન ખાન સાથે મોટા પડદા પર ચમકેલી સબા કમરનો અભિનય લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. સબાએ ફિલ્મમાં ઈરફાન ખાન સાથે જે રીતે મોટા પડદા પર અભિનય કર્યો હતો તેને એક અલગ ઓળખ આપી છે.

સબા કમર પાકિસ્તાનની શ્રેષ્ઠ અભિનેત્રી અને ટીવી એન્કર તરીકે જાણીતી છે. એટલું જ નહીં તે પાકિસ્તાનમાં સૌથી વધુ પગાર મેળવનારી સેલિબ્રિટીમાં પણ ગણાય છે, પરંતુ આજકાલ તે મસ્જિદમાં શૂટ થયેલા તેના ગીતને કારણે વિવાદમાં છે. તાજેતરમાં જ પાકિસ્તાનની એક કોર્ટે સબા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

પાક ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી
પાકિસ્તાનમાં લોકપ્રિય સબા કમરને પાકિસ્તાન સરકાર દ્વારા તમગા એ ઈમ્તિયાઝ (2012) અને પ્રાઈડ ઓફ પરફોર્મન્સ 2016ના ખિતાબથી પણ નવાજવામાં આવી છે.લોકોને જિન્ના નામના ટીવી સિરિયલમાં સબા કમરનું પાત્ર લોકોને ખુબ જ ગમ્યું હતું. જે બાદ તેણે પાછું વળીને જોયું નહીં અને એક શ્રેષ્ઠ સિરિયલ જેવી કે દસ્તાન,ઉડાન, માત, જો ચલે તો જાન સે ગુજારેંગે, પાની જૈસા પ્યારમાં લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.

પોતાની યુટ્યુબ ચેનલ
સબા કમર ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. પાકિસ્તાની ફિલ્મ મેં મન્ટો, લાહોર સે આગે, હિન્દી મિડિયમમાં તેના અભિનયને સારો પ્રતિસાદ મળ્યો હતો. સબા કમરે2020માં પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે, પરંતુ ગયા વર્ષે તેણે એક ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો, જેના કારણે તે વિવાદમાં આવી ગઈ હતી. આ ડાન્સ વીડિયોનોએક ભાગ મસ્જિદમાં શૂટ કરવામાં આવ્યો હતો.

મસ્જિદમાં વીડિયોથી જે વિવાદ સામે આવ્યો છે
મસ્જિદની અંદર આ વીડિયો સબા કમર અને ગાયક બિલાલ સઈદે શૂટ કર્યો હતો. જે બાદ પાકિસ્તાનમાં ઘણો વિરોધ થયો હતો. લોકોએ તેને મારી નાખવાની ધમકીપણ આપી હતી. લોકોએ કહ્યું કે, આ વીડિયો દ્વારા મસ્જિદમાં અસાધારણ વર્તન કરવામાં આવ્યું છે.
સબાએ કહ્યું કે, આ ગીતનો માત્ર એક ભાગ મસ્જિદમાંશૂટ કરવામાં આવ્યો છે.ગીતમાં નિકાહ બતાવવા માટે મસ્જિદમાં કેટલાક દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે અને તેનું બેકગ્રાઉન્ડમાં કોઇ પ્રકારનું સંગીત કે ગીત હતું નહીં.ગીત પણ એડિટિંગ કરીને નાંખવામાં આવ્યું છે.

લોકોની માફી માંગી
લોકોના ભારે વિરોધ બાદ સબા અને બિલાલ સઈદે આ વીડિયો માટે જાહેરમાં લોકોની માફી માંગી હતી, પરંતુ આમ હોવા છતાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેમનીસામે કેસ નોંધવામાં આવ્યો હતો. બંને વિરુદ્ધ લાહોર સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
સબા અને સઈદ વિરુદ્ધ સતત સુનાવણીમાં કોર્ટમાં હાજર ન થયા બાદજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. હવે આ કેસની સુનાવણી 6 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.

રિલેશનશીપને કારણે વિશે ચર્ચામાં આવ્યા
થોડા સમય પહેલા સબા કમર તેના રિલેશનશીપ વિશે ચર્ચામાં આવી હતી. સબાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું કે, મેં અઝીમ ખાન સાથેના મારા તમામસંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. અમે હવે લગ્ન કરવાના નથી. મને તમારા સપોર્ટની જરૂર છે. હું ફોન દ્વારા અઝીમ સાથે જોડાઇ હતી અને હું તેને ક્યારેય મળીન હતી. મારા માટે આ મુશ્કેલ સમય છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે, મુશ્કેલ સમય પસાર થઇ જાય છે. અઝીમ પર એક મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપહતો. આ આરોપ બાદ અઝીમે એક વીડિયો પણ શેર કર્યો હતો, પરંતુ બાદમાં તેને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
