Urfi Javed Kiwi Dress : ઉર્ફી જાવેદે કર્યો કીવીનો આવો ઉપયોગ, લોકોએ કહી આ વાત

Urfi Javed Kiwi Dress : સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે આ વખતે કીવી ફળથી પોતાનું શરીર ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. તેનો આ ડ્રેસ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Urfi Javed Kiwi Dress : સોશિયલ મીડિયા સેન્સેશન અને બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ પોતાના અજીબ ફેશન સેન્સને કારણે સતત હેડલાઇન્સમાં રહે છે. ઘણા લોકો ઉર્ફીની આ ફેશન સેન્સને પસંદ કરે છે, તો ઘણા લોકો તેને ટ્રોલ કરે છે. આ સાથે લોકો તેની અતરંગી ફેશનનો તોડનો કોઇ જોડ ન હોવાનું કહી રહ્યા છે. આ વખતે તે ફ્રૂટ ખાવાને બદલે પહેરીને જોવા મળી હતી.

ઉર્ફી જાવેદ થઇ ટ્રોલ

ઉર્ફી જાવેદ થઇ ટ્રોલ

ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ હંમેશા પોતાની અનોખી ફેશન સ્ટાઈલ દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. દર વખતની જેમ આ વખતેપણ તેણે પોતાની જાતને નવા અંદાજમાં કેમેરા સામે રજૂ કરી હતી. જોકે લોકોએ તેને તેની ફેશન સેન્સ પર ટ્રોલ કરી છે. હાલમાં ઉર્ફી જાવેદની ઉગ્ર નિંદા કરવામાં આવી રહી છે.

ઉર્ફીએ શેર કર્યો બોલ્ડ વીડિયો

ઉર્ફીએ શેર કર્યો બોલ્ડ વીડિયો

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે આ વખતે પોતાના શરીરને કીવી ફળથી ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પરપોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે, તેણે કીવીના ફળના ગોળ કટકા કરીને તેને દોરામાં બાંધીને ટોપ પહેર્યું છે.લુકકમ્પ્લીટ કરવા માટે તેણે બ્લેક ફુલ લેન્થ પેન્ટ પહેર્યું છે. તેણે આઈલાઈનર વડે નકેડ લિપસ્ટિક અને આંખોને હાઈલાઈટ કરી છે.

ઉર્ફી જાવેદની ઉડી રહી છે મજાક

ઉર્ફી જાવેદનો કીવી ટોપનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરીરહ્યા છે.

ઉર્ફી આ વીડિયોમાં કીવી ફળનો ટુકડો ખાતા જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

ઉર્ફીના ચાહકોઆ બોલ્ડ ફેશન સેન્સના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો હંમેશાની જેમ તેની ટીકા કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X