TMKOC News : જેનિફર મિસ્ત્રીએ ફોડ્યો બોમ્બ, અસિત મોદી પર લગાવ્યા મોટા આરોપો
TMKOC News : પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો વિવાદ સતત વણસી રહ્યો છે. આ શોમાં ઘણા પાત્રો શો છોડીને જતા રહ્યા છે, તો ઘણા પાત્રો શોમાં જોડાયા છે. શો છોડી ચુકેલા કલાકારોએ શો છોડાવા માટે શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીને જવાબદાર ગણાવ્યા હતા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ઘણા કલાકારોએ તેના નિર્માતા અસિત કુમાર મોદી પર વિવિધ આરોપો લગાવ્યા છે. ઘણા કલાકારોએ કહ્યું છે કે, નિર્માતાઓએ સમયસર પગાર ન આપ્યો, રજા આપવાના નામે પણ તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો અને ઘણી મહિલા કલાકારોએ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં શ્રીમતી રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે આ અગાઉ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણી અને ત્રાસનો આરોપ લગાવ્યો હતો.
આ સાથે તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. જે કારણે શોના મેકર્સ સોશિયલ મીડિયા પર છવાયેલા હતા. જેનિફરે જણાવ્યું હતું કે, તેની પાસે પુરાવા અને સાક્ષી બંને છે, પરંતુ તાજેતરના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, અસિત મોદી તેના સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગુરચરણ સિંહ સોઢી યૌન શોષણ અને દુર્વ્યવહાર કેસમાં સાક્ષી છે. જ્યારે મેં આ કેસમાં ગુરુચરણને મારા સાક્ષી બનાવ્યા, ત્યારે અસિત કુમાર મોદીએ ગુરુચરણના સાડા ત્રણ વર્ષ ચૂકવણી કરી છે. અસિતે ગુરુચરણને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, શો છોડ્યા બાદ જેનિફર મિસ્ત્રી બંસીવાલે તેના પ્રોડ્યુસર અસિત મોદી પર સવાલ ઉઠાવ્યા હતા અને ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે, મારા કેસમાં ગુરચરણ પણ મહત્વપૂર્ણ સાક્ષી છે. 9 જૂન, 2023ના રોજ અચાનક મને ગુરચરણ સોઢીનો ફોન આવ્યો હતો. તેણે મને મળવાનું કહ્યું. અસિત કુમાર મોદીએ મારી છેડતી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગુરુચરણે મને સિંગાપોરમાં બચાવી હતી. તે આવીને અમારી વચ્ચે ઊભો રહ્યો અને અસિત મોદીને મને સ્પર્શ કરતા અટકાવ્યો હતો. અસિત મોદીના વર્તન વિશે મેં ગુરુચરણને પહેલેથી જ કહ્યું હતું.
જેનિફર મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ગુરુચરણ મારા વિશે બધું જ જાણે છે. ગયા મે 2023માં ગુરુચરણે પોતે મને ફોન કર્યો અને ખાતરી આપી કે તેઓ કોર્ટમાં મારા માટે ચોક્કસ જુબાની આપશે. તેમણે મને સ્પષ્ટ કહ્યું કે, તે મારા સમર્થનમાં કોર્ટમાં ઊભા રહેશે, પરંતુ 9 જૂન, 2023ના રોજ ગુરચરણે ફોન કરીને મને મળવા બોલાવી હતી. જ્યારે હું તેની ઓફિસે પહોંચ્યો, ત્યારે તેમણે મને કહ્યું કે, શોના નિર્માતાઓએ તેના છેલ્લા સાડા ત્રણ વર્ષથી પેન્ડિંગ બાકી નીકળતા પૈસા ચૂકવી દીધા છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે આગળ કહ્યું, ગુરુચરણે મને કહ્યું કે, શોના નિર્માતાઓએ તેની તમામ લેણી ચૂકવણી કરી દીધી છે. આવી સ્થિતિમાં તે કોર્ટમાં મારા પક્ષમાં નહીં બોલે. મેં તેમને કંઈ કહ્યું નહીં, પણ તેમણે મને કહ્યું કે, અસિત મોદી અને મારી વચ્ચે તે મધ્યસ્થ વ્યક્તિ હોઈ શકે છે, જે બંનેને સાથે બેસીને વાત કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
