આ છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની નવી દયા ભાભી, દિશા વકાની થઈ શોથી બહાર
આ છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની નવી દયા ભાભી, દિશા વકાની થઈ શોથી બહાર
હાલમાં જ અહેવાલ આવયા હતા કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માટે દયાબેનની તલાશ રોકી દેવામાં આવી છે. થોડા સયય માટે દયાબેનને ફરી શોમાં ન દેખાડવાનો ફેસલો લીધો છે. દિશા વકાનીના શોમાં વાપસીના ઈનકાર બાદ આ પ્રકારે નિર્ણય લેવામાં આવયો હતો. પરંતુ હવે એક વેબસાઈટે દાવો કર્યો છે દિશા વકાનીની જગ્યાએ નવી એક્ટ્રેસને ફાઈનલ કરી લેવામા આવી છે. જી હાં, દલજી જ શોમાં નવી દયાબેનની વાપસી દર્શકોને જોવા મળશે. મેકર્સે દિશા વકાનીને રિપ્લેસ કર્યા બાદ આ એક્ટ્રેસને ફાઈનલ કરવાનું મન બનાવી લીધું છે.

દયા ભાભી શોથી બહાર થયાં
આમ તો મેકર્સની સાથે ફેન્સ માટે પણ કોઈ અન્ય એક્ટ્રેસને દયાભાભી તરીકે જોવી આસાન નહિ હોય. આ શો સાથે જોડાયેલ બાકી કલાકારો પણ એમ જ ઈચ્છતા હતા કે દિશા વકાનીની વાપસી થાય. જે ન થઈ શક્યું. ચલો તમને જણાવીએ કે કોણ છે દિશા વકાનીની જગ્યાએ નવી દયાબેન જે જલદી જ શોમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે.

આ બની શકે દયાભાભી
આ વિભૂતિ શર્મા છે. જે નવી દયાભાભીની ભૂમિકામાં જોવા મળી શકે છે. એક વેબસાઈટે કરેલ દાવા મુજબ કેટલાય લોકોના ઑડિશન બાદ વિભૂતિ શર્માને ફાઈનલ કરી લેવામાં આવી છે.

મોક શૂટિંગ બાદ ફાઈનલ
જણાવી ધઈએ કે વિભૂતિએ હજુ સુધી શો સાઈન કર્યો નથી. પરંતુ તેમણે દયાભાભીના કેરેક્ટરને લઈ મોક શૂટિંગ કરી લીધું છે. દયાબેનના લુકમાં વિભૂતિ પરફેક્ટ દેખાઈ રહી છે.

અગાઉ પણ આવી ચૂકી છે
વિભૂતિ અગાઉ બડે અચ્છે લગતે હૈં, હમને શપથ લી જેવા શોનો ભાગ બની ચૂકી છે. પરંતુ આ શોથી તેને ઓળખ નહોતી મળી.

મેકર્સ રિસ્ક લેવા નથી માંગતા
હાલ વિભૂતિએ શો સાઈન નથી કર્યો. શોના નિર્માતા અત્યારે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતા. આ કારણે જ તેઓ વિભૂતિને કાસ્ટ કરતા પહેલા વિચારી લેવા માંગે છે. તેમણે દયાબેનના કેરેક્ટરની લોકપ્રિયતાનું પણ ધ્યાન રાખવાનું છે.

શોથી બહાર થવાનું કારણ
દયાબેનના શોથી બહાર થવાનું કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે તેમના પતિ મયૂરે કામને લઈ શરત રાખ હતી. તેની માંગણી હતી કે દિશા માત્ર 4 કલાક અને મહિનામાં 15 દિવસ જ કામ કરશે.

2 વર્ષથી બહાર
જણાવી દઈએ કે દિશા વકાની સપ્ટેમ્બર 2017થી શોમાંથી લીવ પર છે. તેમણે મેટર્નિટી લીવ લીધી હતી. શોથી બહાર ગયા બાદ તેમને 2 વર્ષ થઈ ગયાં છે.

દયાબેન અમદાવાદમાં
સ્ટોરી લાઈનમાં દેખાડવામાં આવ્યું છે કે દયાબેન અમદાવાદ ગઈ છે. જ્યાંથી પરત નથી ફર્યાં. જ્યારે હાલમાં જ શોમાં દેખાડવામાં આવ્યું કે દયા બેન જલદી જ વાપસી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
