Bollywood Flop Actors 2022 : આ છે 2022ના ફ્લોપ એક્ટર, જાણો કોણે કેટલી આપી ફ્લોપ ફિલ્મો
Bollywood Flop Actors 2022 : બોલીવુડ માટે 2022 જોઇએ એટલુ સારૂ રહ્યું નથી. જેમાં મોટા મોટા સ્ટારની ફિલ્મો બોક્સ ઓફિસ ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી. હાલ બોલીવુડ પોતાના ખરાબ સમયમાંથી કોઇ મોટી હિટ આપી શક્યું નથી.
Bollywood Flop Actors 2022 : બોલીવુડ માટે 2022 જોઇએ એટલુ સારૂ રહ્યું નથી. જેમાં મોટા મોટા સ્ટારની ફિલ્મો બોક્સ ઓફિસ ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી. હાલ બોલીવુડ પોતાના ખરાબ સમયમાંથી કોઇ મોટી હિટ આપી શક્યું નથી. આ સાથે મોટા મોટા સ્ટારની ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આજે આપણે બોલવુ઼ડના ફ્લોપ સ્ટાર્સ વિશે જાણીશુ, જેમની ફિલ્મો આ વર્ષે રિલીઝ થઇ છે અને બોક્સ ઓફિસમાં કંઇ ઉકાળી શકી ન હતી.

અક્ષય કુમાર
વર્ષ 2022માં ફ્લોપ થયેલા કલાકારોની યાદીમાં અક્ષય કુમાર પ્રથમ ક્રમે છે. ખિલાડી કુમાર તરીકે ઓળખાતા અભિનેતાની આ વર્ષે ચારબેક ટુ બેક ફ્લોપ રહી હતી. બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન અને રામ સેતુમાંથી એકપણ ફિલ્મ તેના બજેટ જેટલી કમાણી કરી શકી નથી.

અમિતાભ બચ્ચન
મેગાસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચનને આ વર્ષે પાંચ ફિલ્મો મળી છે. તેમાંથી ચાર રિલીઝ થઈ ગઈ છે અને એક દસ્તક દેવાની છે. જોકે,ચારમાંથી કોઈ બ્લોકબસ્ટર સાબિત થયું નથી. ઝુંડ, રનવે 34 અને ગુડબાય તો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ છે, પરંતુ બ્રહ્માસ્ત્રહિટ સાબિત થઈ હતી. હવે આ મહિને તેની ફિલ્મ ઉંચાઇ રિલીઝ થવા જઈ રહી છે.

આમિર ખાન
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ આ વર્ષે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો. ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરેલા આમિરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સુપરફ્લોપ સાબિત થઈ અને મેકર્સને કરોડોનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

અજય દેવગણ
અજય દેવગનની પણ 2022માં ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી. આમાંથી અભિનેતાએ સુપરહિટ ફિલ્મો - ગંગુબાઈ કાઠિયાવાડી અને RRRમાં કેમિયો કર્યો હતો. જોકે, 'રનવે 34' અને 'થેંક ગોડ' જેવી મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી.

રણવીર સિંહ
રણવીર સિંહની એકમાત્ર ફિલ્મ જયેશભાઈ જોરદાર આ વર્ષે રિલીઝ થઈ હતી. દર્શકોને પણ આ અભિનેતાની ફિલ્મ ન ગમી. જેના પરિણામે,ફિલ્મ તેના બજેટની અડધી કમાણી પણ કરી શકી નથી.

સૈફ અલી ખાન
સાઉથની હિન્દી રિમેકમાં જોવા મળેલા સૈફ અલી ખાન પણ આ વર્ષે કમાલ બતાવી શક્યો નથી. 'વિક્રમ વેધા'ને બોયકોટનો સામનો કરવોપડ્યો હતો. આ સાથે તેની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય કલાકારો
આ સિવાય ટાઈગર શ્રોફ, રિતિક રોશન અને શાહિદ કપૂર પણ ફ્લોપ સાબિત થયા હતા. ત્રણેય ફિલ્મોમાંથી દરેક 2022માં રિલીઝ થઈ હતીઅને ત્રણેયની ફિલ્મો ફ્લોપ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
