Avatar 2 : The Way of Water : અવતાર 2એ પહેલા દિવસે કરી કરોડોની કમાણી, જાણો ભારતમાં કેટલું કર્યું કલેક્શન
અવતાર 2એ પહેલા દિવસે કરોડોની કમાણી કરી છે. આપણે આ અહેવાલમાં જાણીશું કે, અવતાર ધ વે ઓફ વોટર ફિલ્મે ભારતમાં કેટલું કલેક્શન કર્યું છે.
Avatar: The Way of Water : હોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર જેમ્સ કેમરૂનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ અવતાર ધ વે વોટર 16 ડિસેમ્બરના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જાદુઇ પેન્ડોરાની દુનિયામાં ફેન્સ ડુબી રહ્યા છે. જોકે, ફિલ્મ રિલીઝ થતા જ આ ફિલ્મ ઓનલાઇન લીક થવાની અફવા ફેલાઇ ગઇ હતી. તેમ છતા અવતાર 2ને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે.

અવતાર 2 ફિલ્મની પહેલા દિવસની કમાણી એ દર્શાવી રહી છે કે, ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' એ વિશ્વભરમાં પ્રથમ દિવસે કુલ 124 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ જો ફિલ્મ નિષ્ણાતોનું માનીએ તો, આ ફિલ્મ ઓપનિંગ વીકએન્ડમાં 400 મિલિયન ડોલરનો આંકડો સરળતાથી પાર કરી શકે છે.

ભારતમાં પહેલા દિવસે કર્યો 40 કરોડનો બિઝનેસ
વર્ષ 2009માં રિલીઝ થયેલી 'અવતાર' પાર્ટ 1 ને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ જ કારણ છે કે, જ્યારથી લોકોને આ ફિલ્મના બીજાભાગ વિશે ખબર પડી ત્યારથી તેની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.
આખરે આ ફિલ્મ 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ અનેઅવતાર 2એ કમાણીના નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. BollyReviews ના રિપોર્ટ અનુસાર, પહેલા દિવસની કમાણી બાદ ફિલ્મ'Avatar: The Way of Water' હોલીવુડની બીજી બેસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 40 કરોડરૂપિયા છે.

'KGF ચેપ્ટર 2' થી પાછળ
મળતી જાણકારી અનુસાર, લોકોમાં ફિલ્મ 'અવતાર 2'નો ઘણો ક્રેઝ હોવા છતાં, તે સાઉથની સુપરહિટ ફિલ્મ 'KGF ચેપ્ટર 2'નો રેકોર્ડ તોડી
શકી નથી. ઈ ટાઈમ્સ અનુસાર, ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' એ ભારતમાં પહેલા દિવસે 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે સામે
ફિલ્મ 'KGF ચેપ્ટર 2' એ તેના શરૂઆતના દિવસે 53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે, દર્શકોમાં
હોલીવુડ કરતાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે.

ભારતમાં ફિલ્મની ખાસ ફેન ફોલોઈંગ
ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર'ની ફેન ફોલોઈંગ ભારતમાં પણ ઘણી વધારે છે. ફિલ્મ ક્રિટિક્સના મતે ભારતીય દર્શકો આ ફિલ્મને સૌથીવધુ એન્જોય કરી રહ્યા છે.
ભારતના અલગ-અલગ ભાગોમાં આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તમામ જગ્યાએ ફિલ્મનુંપ્રથમ દિવસનું કલેક્શન ઘણું સારું રહ્યું છે.
ફિલ્મે આંધ્રપ્રદેશમાં 10 કરોડ, કર્ણાટકમાં 4 કરોડ, તમિલનાડુમાં 3 કરોડ, કેરળમાં 2 કરોડ અનેઉત્તર પ્રદેશમાં 15 કરોડનો બિઝનેસ કર્યો છે. આવી સ્થિતિમાં આ ફિલ્મે ભારતમાં કુલ લગભગ 40 કરોડનો બિઝનેસ કર્યો છે.

ચેન્નાઈમાં ઘણી જગ્યાએ આ ફિલ્મ પ્રદર્શિત નથી થઇ
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈના થિયેટર માલિકોએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે, હોલીવુડ ફિલ્મ 'અવતાર: ધ વે ઓફ વોટર' ઘણાથિયેટરોમાં રિલીઝ થઈ નથી. કારણ કે, તેઓ ડિઝની સ્ટુડિયો સાથે યોગ્ય શરતો પર ડીલ કરી શક્યા નથી.
વાસ્તવમાં ડિઝની સ્ટુડિયો આફિલ્મના રાઇટ્સ થિયેટરોને વેચી રહ્યું છે. વેત્રી થિયેટર, એજીએસ સિનેમા અને જીકે સિનેમા એ ચેન્નાઈના કેટલાક પ્રખ્યાત થિયેટરો છે, જ્યાંફિલ્મ દર્શવવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં ચેન્નાઈમાં ફિલ્મ 'અવતાર 2'ના ઘણા ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

જાણો લોકોના ફિલ્મના રિવ્યુ
ફિલ્મ 'અવતાર'ના પહેલા ભાગે તેની અદ્ભુત 3D ટેક્નોલોજીથી દર્શકોને ચોંકાવી દીધા હતા અને બોક્સ ઓફિસ પર 2.9 બિલિયન ડોલરનીકમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા.
હવે આ ફિલ્મનો બીજો ભાગ આજે રિલીઝ થતાની સાથે જ શરૂઆતના રિવ્યુ આવી રહ્યા છે. આફિલ્મને લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
