Abhishek Bachchan Aishwarya Rai: ઐશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચનના છુટાછેડાની અફવાહ વચ્ચે સામે આવી સચ્ચાઇ
Abhishek Bachchan Aishwarya Rai: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલીવુડના ફેમસ કપલ્સમાંથી એક છે. જોકે, બંને છૂટાછેડાની અટકળોને કારણે છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. આ દરમિયાન અભિષેક બચ્ચને કંઈક એવું કર્યું જેનાથી ફરી એકવાર આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
વાસ્તવમાં, 23 જુલાઈની સાંજે, અભિષેક બચ્ચન તેના ભત્રીજા અગસ્ત્ય નંદા અને તેની અફવા ગર્લફ્રેન્ડ સુહાના ખાન સાથે એક જ કારમાં જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, અભિનેતાએ નવી કાર ખરીદી છે અને અભિનેતાની કારનો નંબર તેની પત્ની ઐશ્વર્યા રાય સાથે કનેક્શન ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચનની નવી કારનો નંબર 5050 છે. તે નંબર અગાઉ તેમના મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ પર જોવા મળ્યો હતો. જે હવે વેચાઈ ચુકી છે. એક પાપારાઝીએ અભિનેતાની નવી કારની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. એ પણ જણાવ્યુ કે આ નંબર ઐશ્વર્યા રાયનો ફેવરિટ નંબર છે.

રિપોર્ટ્સનું માનીએ તો બચ્ચન પરિવારની મોટાભાગની કારના નંબર 5050 છે. હાલમાં સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનની આ નવી કારની તસવીરો વાયરલ થઈ રહી છે. આ સાથે જ ફરી એકવાર અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓનો અંત આવ્યો છે. કેટલાક લોકો કહે છે કે, બંને વચ્ચે બધું બરાબર છે.
ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાયે પોતાની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. ત્યાં બચ્ચન પરિવાર સાથે જોવા મળ્યો હતો.
અભિષેક અને ઐશ્વર્યાએ એક વખત પણ મીડિયા સામે પોઝ આપ્યા નથી. જે બાદ તેમના અલગ થવાની વાતો ચાલી હતી. એવા પણ અહેવાલ હતા કે, શ્વેતા બચ્ચનના કારણે ઐશ્વર્યા રાયે સાસરીનું ઘર છોડી દીધું હતું. જોકે, આ દંપતીએ અત્યાર સુધી આ મામલે મૌન જાળવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
