ફિલ્મ જગતમાંથી આવ્યા માઠા સમાચાર, બંગાળી અભિનેત્રીએ કરી આત્મહત્યા
ભૂતકાળમાં 21 વર્ષીય કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજના આકસ્મિક નિધનથી બધાને આઘાત લાગ્યો હતો. ચેતનાના મૃત્યુને થોડો સમય થયો છે કે, સિનેમા ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
ભૂતકાળમાં 21 વર્ષીય કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજના આકસ્મિક નિધનથી બધાને આઘાત લાગ્યો હતો. ચેતનાના મૃત્યુને થોડો સમય થયો છે કે, સિનેમા ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંગાળી મનોરંજન ઉદ્યોગની 21 વર્ષની મોડલ અને અભિનેત્રી બિદિશા દે મજુમદારે આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે અને સમગ્ર બંગાળી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

અભિનેત્રીની લાશ ફ્લેટમાંથી મળી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 21 વર્ષની બંગાળી મોડલ અને એક્ટ્રેસ બિદિશાએ પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બુધવારના રોજ તેનો મૃતદેહ તેના ફ્લેટ પર લટકતો જોવા મળ્યો, જેના બાદ સમગ્ર બંગાળી ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખીય છે કે, બિદિશા નગર માર્કેટમાં એક ફ્લેટમાં ભાડે રહેતી હતી. આગલા દિવસે પોલીસને ત્યાં તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી.
દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ દરવાજો તોડીને ફ્લેટની અંદર પહોંચી હતી. ઉભરતી મોડલ અને અભિનેત્રીના મૃતદેહને રિકવર કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસને મળી સુસાઈડ નોટ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બિદિશા ચાર મહિના પહેલા જ નગર બજારમાં રહેવા લાગી હતી. રિપોર્ટ્સમાં એવું પણ સામે આવ્યું છે કે, પોલીસને ફ્લેટમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. સુસાઈડ નોટમાં બિદિશાએ પોતાને કેન્સરથી પીડિત ગણાવી છે.
ડિપ્રેશનથી પીડિત હતી અભિનેત્રી
અભિનેત્રીના નજીકના મિત્રોનું કહેવું છે કે, તે તેના બોયફ્રેન્ડના કારણે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી. બિદિશાનો બોયફ્રેન્ડ અનુભ તેની સાથે છેતરપિંડી કરતો હતો, બિદિશાને ડેટ કરતી વખતે તે વધુ ત્રણ છોકરીઓ સાથે રિલેશનશિપમાં હતો. અનુભાને બીજા કોઈની સાથે શેર કરવા તે બિલકુલ તૈયાર ન હતી. અભિનેત્રીના મિત્રોનું પણ કહેવું છે કે, સુસાઈડ નોટમાં તે કેન્સરથી પીડિત હોવાનું નિવેદન સાવ ખોટું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
