128 સેક્સવર્કર્સ માટે તારણહાર બન્યો હતો આ મસીહા, બની શકે છે ફિલ્મ
સુનીલ શેટ્ટી આ વિશે કોઈની સાથે વાત કરવા માંગતા ન હતા. કારણ કે, તેમને લાગતું હતું કે, જો આ વાત સામે આવશે, તો તે યુવતીઓ માટે મુશ્કેલી ઊભી થશે.
સારુ કામ એવી રીતે કરો કે, ડાબો હાથ કરે અને જમણા હાથને પણ ખબર ના પડે. આ કહેવત બોલીવુડ એક્ટર સુનીલ સેટ્ટી પર બંધ બેસે છે. સુનીલ સેટ્ટી એક રિયલ હીરો છે. સુનીલ સેટ્ટીએ વર્ષો પહેલા એક નહીં બે નહીં પણ 128 સેક્સ વર્કર્સને દેહવ્યાપારમાંથી બહાર કાઢી તેમના ઘરે પહોંચાડી હતી. મજાની વાત એ છે કે, એક્ટરે આટલુ મોટુ કામ કરવા છતા વર્ષો સુધી કોઇને આ વાતની જાણ પણ થવા દીધી ન હતી.

સુનીલ શેટ્ટી 128 સેક્સ વર્કર્સ માટે મસીહા બન્યો
વર્ષ 1996માં કમાથીપુરામાંથી લગભગ 450 સેક્સ વર્કરોને વેશ્યાવૃત્તિમાંથી બહાર કાઢવામાં આવી હતી. આમાંથી 128 છોકરીઓ નેપાળનીહતી, પરંતુ નેપાળ સરકારે તે છોકરીઓને દત્તક લેવાની ના પાડી દીધી હતી.
અહેવાલો અનુસાર, આવા સમયે બોલીવુડ અભિનેતા સુનીલશેટ્ટી એક મસીહાની જેમ આગળ આવ્યા હતા. સુનીલ સેટ્ટી 128 છોકરીઓને પોતાના ખર્ચે ફ્લાઈટ ટિકિટ આપીને નેપાળ લઈ ગયા હતા, આસાથે દરેક વ્યક્તિ તેમના ઘરે પહોંચે, તે પણ સુનિશ્ચિત કર્યું હતું.

સુનીલ શેટ્ટી આ વિશે કોઈની સાથે વાત કરવા માંગતા ન હતા
જો રિપોર્ટ્સનું માનીએ, તો સુનીલ શેટ્ટી આ વિશે કોઈની સાથે વાત કરવા માંગતા ન હતા. કારણ કે, તેમને લાગતું હતું કે, જો આ વાત સામેઆવશે, તો તે યુવતીઓ માટે મુશ્કેલી ઊભી થશે.

ઘટના પર બની શકે છે ફિલ્મ
સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં આ સારા અને સામાજિક સુધારણા કાર્ય માટે સંપૂર્ણ શ્રેય લેવાનો ઇન્કાર કર્યો હતો. અભિનેતાએ જણાવ્યું હતુંકે, તેના સિવાય ઘણા લોકોની મહેનત હતી. બોલીવુડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા અભિનેતાએ જણાવ્યું હતું કે,આ ઘટના પર આખી ફિલ્મ બની શકે છે.












Click it and Unblock the Notifications
