Suchandra Dasgupta Passed Away : બંગાળી ટીવી એક્ટ્રેસ સુચન્દ્રા દાસગુપ્તાનું અકસ્માતમાં મોત
Suchandra Dasgupta Passed Away : બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બંગાળી ટીવી એક્ટ્રેસ સુચન્દ્રા દાસગુપ્તાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. એક્ટ્રેસ શુટિંગથી ઘરે પરત ફરી રહી હતી.
આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુચન્દ્રા દાસગુપ્તાના મોતને કારણે તેના પરિવાર અને ફેન્સ ઘેરા આધાતમાં સરી પડ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સુચન્દ્રા દાસગુપ્તા શનિવારના રોજ બાઇક પર શૂટિંગ કરીને પરત ફરી રહી હતી, પરંતુ રસ્તામાં એક સાયકલ સવાર વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ જોઈને બાઇક ચાલકે અચાનક બ્રેક મારી હતી, પરંતુ એક ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.
આ પછી અભિનેત્રી બાઇક પરથી નીચે પડી અને પાછળથી આવી રહેલા ટ્રકે તેને કચડી નાખ્યો હતો. જેના કારણે અભિનેત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ જ કારણ છે કે, ઘટના બાદ થોડા સમય માટે રોડ પરની અવરજવર ખોરવાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે, પરંતુ આ ઘટનાએ સુચન્દ્રા દાસગુપ્તાના ચાહકોને ઘેરો આઘાત પહોંચાડ્યો છે. માત્ર 29 વર્ષની ઉંમરે અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીના નિધનથી તેના પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
