સોનમ કપૂરને મળ્યું બ્રિટન PM ઋષિ સુનકનું આમંત્રણ, UK-India Week 2023 માં લેશે ભાગ
UK-India Week 2023 : રાંઝણા અને ભાગ મિલ્ખા ભાગ ફેમ ગર્લ સોનમ કપૂર બોલીવુડની ફેશન આઇકોનમાંથી એક છે. બોલીવુડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક એવી સોનમ કપૂર એવરગ્રીન યંગ અભિનેતા અનિલ કપૂરની પુત્રી છે.
સોનમ કપૂર માતા બન્યા બાદ સિલ્વર સ્ક્રિનથી દુર છે. તે હાલ લંડનમાં પોતાનો સમય પુત્ર વાયુ અને આનંદ અહુજા સાથે વિતાવી રહી છે. તે પોતાના ફેન્સ માટે અવારનવાર ફોટો શેર કરી પોતાના જીવનના અંશો શેર કરતી રહે છે.

ફરી એકવાર અભિનેત્રીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરને યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનકે UK-India Week 2023ના પ્રસંગે તેમના આગામી સ્વાગત માટે આમંત્રણ આપ્યું છે.
આ અગાઉ સોનમને રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક કોન્સર્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોનમ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને 10 ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત ઓફિસમાં રિસેપ્શનમાં જોવા મળશે.
આ ફેસ્ટિવલ ઈન્ડિયા ગ્લોબલ ફોરમની ફ્લેગશિપ ઈવેન્ટ UK-India Week 2023નો એક ભાગ છે, જે લંડનમાં 26 જૂનથી 30 જૂન દરમિયાન યોજાઈ રહી છે. સોનમ બુધવારના રોજ રિસેપ્શનમાં હાજરી આપશે અને ભારત અને સમગ્ર વિશ્વમાં તેણીની સાંસ્કૃતિક અસર વિશે વાત કરશે.

જો સોનમના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ ફિલ્મ 'બ્લાઈન્ડ'માં જોવા મળશે. શોમ માખીજા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં પુરબ કોહલી, વિનય પાઠક અને લિલેટ દુબે પણ મુખ્ય ભૂમિકામાં છે.
ફર્સ્ટ લુક તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો હતો અને તેણે તેના ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા હતા. કોરોના મહામારી દરમિયાન સોનમે યુકેમાં ફિલ્મ માટે શૂટ કર્યું હતું. બ્લાઈન્ડનું પ્રીમિયર 7 જુલાઇના રોજ OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર થવાનું છે.












Click it and Unblock the Notifications
