દ્રવિડ સાથે એટલો પ્રેમ હતો કે, તેમની નિવૃત્તિ બાદ ક્રિકેટ જોવાનું જ બંધ કર્યું, આ અભિનેત્રીએ ખુલાસો કર્યો
ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ ભલે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ ન હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ ભલે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ ન હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. હાલમાં જ એક બોલિવૂડ એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે, રાહુલ દ્રવિડ તેમનો પહેલો પ્રેમ છે.

બોલિવૂડ અભિનેત્રીએ જાહેરમાં સ્વીકાર્યું
વાસ્તવમાં બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ રાહુલ દ્રવિડને પોતાનો પહેલો પ્રેમ ગણાવ્યો છે.
રિચા ચઢ્ઢાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે હવેક્રિકેટ જોતી નથી, પરંતુ ક્યારેક માત્ર રાહુલ દ્રવિડને જોવા માટે જ મેચ જોતી હતી.

રાહુલ દ્રવિડ મારો પહેલો પ્રેમ છે - રિચા
રિચા ચઢ્ઢાએ કહ્યું કે, જ્યારથી રાહુલ દ્રવિડ નિવૃત્ત થયા છે, ત્યારથી મે ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું છે.
ચઢ્ઢાએ કહ્યું કે, 'બાળપણના દિવસોમાં હું ક્રિકેટની મોટી ચાહક નહતી. હા, મારો ભાઈ ક્રિકેટ રમતો હતો. એક સમય હતો, જ્યારે હું ટીવી પર ક્રિકેટ મેચ જોતી હતી.
મને રાહુલ દ્રવિડને રમતા જોવાનું પસંદ હતું. જ્યારે તેમણે ટીમ છોડીદીધી, ત્યારે મેં ક્રિકેટને જોવાનું પણ બંધ કરી દીધું. મારો પહેલો પ્રેમ રાહુલ દ્રવિડ છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે રાહુલ દ્રવિડ
ઉલ્લેખીય છે કે, રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેન્સમાંના એક છે.
રાહુલ દ્રવિડે ભારત માટે 164 ટેસ્ટ મેચમાં 13,288 રન અને 344 વન ડેમાં10,889 રન બનાવ્યા છે.
તાજેતરમાં જ રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
