Samantha Ruth Prabhu Affair: તો સામંથા રુથ પ્રભુ આ ડાયરેક્ટર સાથે કરી રહી છે ઈલુ ઈલુ, ચાહકોમાં રોષ
Samantha Ruth Prabhu Affair: તાજેતરમાં નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી છે. બંનેની આ સગાઈની ખૂબ ચર્ચા થઈ હતી.
જ્યારે કેટલાક ચાહકોએ નાગા ચૈતન્ય અને શોભિતાની સગાઈ પર નારાજગી વ્યક્ત કરી હતી, તો કેટલાક ચાહકો સામંથા રુથ પ્રભુ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન, અફવાઓ ફેલાઈ રહી છે કે, સામંથા રુથ પ્રભુ ધ ફેમિલી મેનના ડિરેક્ટર રાજને ડેટ કરી રહી છે.
જોકે, આ સમાચારમાં કેટલી સત્યતા છે, તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ હવે દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે, સામંથા રુથ પ્રભુ અને રાજ વચ્ચે શું ચાલી રહ્યું છે?
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ સગાઈ કરી લીધી છે. સગાઈ પછીની તસવીરો શેર કરતા શોભિતાએ લખ્યું હતું કે, તમારા માટે? મારા પિતા તમારા માટે કેવા સંબંધી છે? અને તમે અને હું કેવી રીતે મળ્યા? પરંતુ પ્રેમમાં આપણા હૃદય લાલ માટી અને વરસતા વરસાદ જેવા છે: અલગ થવાથી આગળ, તેઓ એકબીજામાં ભળી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્ય બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે. આ અગાઉ તેણે સામંથા રુથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેએ 2 ઓક્ટોબર, 2021નારોજ છૂટાછેડા લીધા હતા.

સામંથા રુથ પ્રભુના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ આગામી OTT સિરીઝ સિટાડેલ: હની બન્નીમાં વરુણ ધવન સાથે અભિનય કરતી જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામંથા સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. સામંથાને પુષ્પાના ગીત ઓઓ અંતવાથી ઘણી લોકપ્રિયતા મળી હતી.
આવા સમયે, તાજેતરમાં જ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હિના ખાન માટે સામંથાની પોસ્ટ પણ વાયરલ થઈ હતી, જેમાં તેણે ટીવી અભિનેત્રીને ફાઇટર કહી હતી.












Click it and Unblock the Notifications
