Ponniyin Selvan 2 Teaser : મણિરત્નમની ફિલ્મનું ટીઝર આવ્યું સામે, આ તારીખે રીલિઝ થશે PS2
ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, ત્રિશા ક્રિષ્નન, જયમ રવિ, ચિયાન વિક્રમ, ઐશ્વર્યા લક્ષ્મી અને શોભિતા ધૂલીપાલા અભિનીત, આ ફિલ્મ 28 એપ્રીલ, 2023 ના રોજ સમગ્ર વિશ્વમાં રિલીઝ થશે.
Ponniyin Selvan 2 Teaser : મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલવાન 1 (PS-1) સમ્ટેબર, 2022માં રીલિઝ થઇ હતી. જે બાદ દર્શકો તેના બીજા ભાગની રાહ આતુરતાથી જોઇ રહ્યા છે. આ અંગે ડાયરેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમણે બંને ભાગનું શુટિંગ એક સાથે જ પુરૂ કર્યું છે, જેથી પોનીયિન સેલવાન 2 (PS-2) પણ ટૂંક સમયમાં રીલિઝ થશે.

હવે દર્શકોના આશ્ચર્યનો અંત કરતાં ફિલ્મ નિર્માતાએ PS-2 ની રિલીઝ ડેટ જાહેર કરી છે. ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, ત્રિશા ક્રિષ્નન, જયમ રવિ, ચિયાન વિક્રમ, ઐશ્વર્યા લક્ષ્મી અને શોભિતા ધૂલીપાલા અભિનીત, આ ફિલ્મ 28 એપ્રીલ, 2023 ના રોજ સમગ્ર વિશ્વમાં રિલીઝ થશે. ફિલ્મના ટીઝરમાં તમામ પાત્રોની ઝલક બતાવવામાં આવી છે. પોનીયિન સેલવાન ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે.
'પોનીયિન સેલવાન 1' એ પણ બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. પોનીયિન સેલવાન ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ સુધીનું કલેક્શન કર્યું હતું. ભારતમાં પોનીયિન સેલવાન ફિલ્મે લગભગ 325 કરોડની કમાણી કરી હતી, જેમાંથી તમિલનાડુમાં તેણે લગભગ 221 કરોડનો બિઝનેસ કર્યો હતો.
Let’s get those swords in the air as we await the 28th of April 2023!#CholasAreBack #PS1 #PS2 #PonniyinSelvan #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/gqit85Oi4j
— Lyca Productions (@LycaProductions) December 28, 2022
આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. પોનીયિન સેલવાન 1955ની તમિલ નવલકથા પર આધારિત છે. આ પુસ્તક દક્ષિણના શક્તિશાળી ચોલ વંશ અને તેના શાસક, રાજારાજા ચોલ I ની સ્ટોરી છે. ફિલ્મનું બજેટ 500 કરોડ સુધીનું હોવાની જાણકારી મળી છે.
'પોનીયિન સેલવાન' મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેણે 1990 ના દાયકાના મધ્યથી અને 2010 ના દાયકાના પ્રારંભમાં નવલકથાને અનુકૂલન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફિલ્મ માટે સંભવિત બજેટ સમસ્યાઓના કારણે તેને બંધ કરવી પડી હતી. જે બાદ 2019 માં, મણિરત્નમે સત્તાવાર રીતે ફરીથી નિર્માણ શરૂ કર્યું હતું. હવે પોનીયિન સેલવાન 2 ફિલ્મ સ્ક્રીન પર આવવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
