Ponniyin Selvan 2 : પાંચ ભાષામાં હશે પોનીયિન સેલ્વન 2 પહેલુ ગીત, જાણો રિલિઝ ડેટ
Ponniyin Selvan 2 : તાજેતરમાં પોનીયિન સેલ્વન 2ની રિલીઝ તારીખની જાહેરાત બાદ, ફિલ્મના પ્રથમ ગીતથી લઈને તેના પ્રમોશનની શરૂઆત સુધીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું પહેલું ગીત કુલ 5 ભાષામાં રિલિઝ થશે.
Ponniyin Selvan 2 : સાઉથની ચર્ચિત ફિલ્મ નિર્માતા મણિરત્નમની સુપરહિટ ફિલ્મ પોનીયિન સેલ્વન 1 બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. પહેલા ભાગ હવે દર્શકો ફિલ્મના બીજા ભાગની રાહ આતુરતાથી જોઇ રહ્યા છે. આ વચ્ચે હવે ફિલ્મનો બીજો ભાગ રિલિઝ થવા માટે તૈયાર છે. આવામાં ફિલ્મ સાથે જોડાયેલી અપડેટથી ચાહકોમાં ખુશીની લહેર દોડી જાય છે.

આ દિવસે રિલીઝ થશે ગીત
તાજેતરમાં પોનીયિન સેલ્વન 2ની રિલીઝ તારીખની જાહેરાત છે. જે બાદ ફિલ્મના પ્રથમ ગીતથી લઈને તેના પ્રમોશનની શરૂઆત સુધીનીતારીખોની જાહેરાત કરવામાં આવી છે.
નિર્માતાઓ 20 માર્ચના રોજ ફિલ્મના પ્રથમ ગીત 'આગા નાગા'ના રિલીઝ સાથે PS2 ના પ્રમોશનનીશરૂઆત કરશે. તેની સત્તાવાર જાહેરાત ફિલ્મના પ્રોડક્શન હાઉસ દ્વારા પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર કરવામાં આવી છે.

પાંચ ભાષાઓમાં રિલીઝ થશે
ફિલ્મનું આ ગીત એઆર રહેમાને કમ્પોઝ કર્યું છે. તે પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. ગીતનું નામ હિન્દીમાં 'રુઆ રુઆ', મલયાલમમાં'અકામલાર', તેલુગુમાં 'અગનાધે' અને કન્નડમાં 'કિરુનાગે' છે. આ ગીત શક્તિ શ્રી ગોપાલન દ્વારા તમિલ, તેલુગુ અને મલયાલમમાં ગાયું છે.
ટિપ્સ મ્યુઝિકના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગીતનું પોસ્ટર શેર કરતા લખવામાં આવ્યું છે કે, 'આગા નાગાના જાદુનો અનુભવ કરવામાટે તૈયાર થઈ જાઓ. 20 માર્ચ, સાંજે 6 વાગ્યે.
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
ગીતના પોસ્ટરમાં અભિનેત્રી ત્રિશા અને કાર્તિ જોવા મળે છે. બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. ત્રિશા તેના હાથમાં તલવાર ધરાવે છે, જ્યારેકાર્તિ આંખે પાટા બાંધેલા છે અને તેની સામે ઘૂંટણિયે છે.
પોનીયિન સેલ્વમ 2માં ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, જયમ રવિ અને શોભિતાધુલીપાલા પણ છે. આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના રોજ રિલીઝ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
