Nushrratt Bharuccha stuck in Israel Attack: ઈઝરાયેલમાં ફસાઇ નુસરત ભરૂચા, સામે આવી મોટી અપડેટ
Nushrratt Bharuccha stuck in Israel Attack: ઈઝરાયેલમાં હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. પેલેસ્ટાઈન તરફી હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જેના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, અકેલી ફેમ બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા પણ ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે.
નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઇ - ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી નુસરત ભરૂચા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલ ગઈ હતી. હમાસના હુમલા બાદ અભિનેત્રી ત્યાં જ ફસાઈ ગઈ હતી. મુંબઈમાં બેઠેલી ટીમે ગઈકાલે નુસરત સાથે વાત કરી હતી, પરંતુ હવે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નુસરત ક્યાં છે અને કઈ હાલતમાં છે તે તેની ટીમ શોધી શકી ન હતી.

નુસરત ભરૂચા બંકરમાં સુરક્ષિત - નુસરત ભરૂચાની ટીમ તેના માટે ખૂબ જ ચિંતિત હતી. મુંબઈમાં તેની ટીમે જણાવ્યું હતું કે, દુર્ભાગ્યે નુસરત ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ત્યાં ગઈ હતી. શનિવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ તેનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યારે તે બંકરમાં સુરક્ષિત હતી.
ટીમ ઘણા સમયથી અભિનેત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કંઈ થઈ રહ્યું ન હતું. નુસરત ભરૂચાની ટીમે જણાવ્યું હતું કે, તેઓ અભિનેત્રીને સુરક્ષિત રીતે ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારત પરત ફરી રહી છે નુસરત ભરૂચા - હવે નુસરત ભરૂચા સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. ANI અનુસાર, નુસરતની ટીમે કહ્યું છે કે, અભિનેત્રી નુસરત ભરૂચાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને દૂતાવાસની મદદથી તેને સુરક્ષિત ઘરે પરત લાવવામાં આવી રહી છે. તે સુરક્ષિત છે અને ભારત આવી રહી છે.
ઇઝરાયેલમાં સેંકડો લોકોના જીવ ગયા - ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હમાસે ઈઝરાયેલ પર મિસાઈલ છોડી હતી. અત્યાર સુધીમાં ત્યાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 908 ઘાયલ હોવાનું કહેવાય છે. પેલેસ્ટાઈન તરફી હમાસ વિદેશીઓને પણ બક્ષી રહી નથી. આવા સમયે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેઘાલયના 27 શ્રદ્ધાળુઓ જેરુસલેમમાં ફસાયેલા છે.
હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીને અડીને આવેલા કેટલાક ઈઝરાયેલ ગામો પર પણ કબ્જો જમાવ્યો છે, અને મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલી સેનાના ઘણા સૈનિકો અને અધિકારીઓ પણ આતંકવાદીઓની કસ્ટડીમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
