Lok Sabha Election 2024: પ્રકાશ રાજ અને સ્વરા ભાસ્કરે સાધ્યું વડાપ્રધાન મોદી પર નિશાન, કહીં આ વાત
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. જેમાં 7 ચરણમાં મતદાન થશે. જેમાં 19 એપ્રીલથી 1 જૂન સુધી ચાલશે. જે બાદ 4 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. દેશમાં કોની સરકાર બનશે એ તો સમય જ બતાવશે, પરંતું તે પહેલા આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઇ ચૂકી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે કલાકારો, જેઓ ઘણીવાર સ્પષ્ટવક્તા તરીકે સામે આવ્યા છે. તેમણે સત્તાધારી પક્ષનું નામ લીધા વગર ઘણું બધું કહી દીધું છે. તેમજ વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર ટોણો માર્યો છે.
દક્ષિણ અને હિન્દી ફિલ્મોના અભિનેતા પ્રકાશ રાજે 17 માર્ચે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જેમણે 420 એટલે કે છેતરપિંડી કરી છે. તેઓ આવનારી સામાન્ય ચૂંટણીમાં 400 બેઠકો જીતવાની વાત કરી રહ્યા છે.

કર્ણાટકના ચિક્કામગલુર પ્રેસ ક્લબમાં બોલતા પ્રકાશ રાજે જણાવ્યું હતું કે, જેમણે 420 કરી છે, શું તેઓ 400 સીટો લાવવાની વાત કરશે? તે કોઈપણ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષ, તે તમારો અહંકાર દર્શાવે છે.
પ્રકાશ રાજે પાર્ટીને અહંકારી ગણાવી! - 400 બેઠકો પર એનડીએની જીત પર પ્રકાશ રાજે કહ્યું કે, લોકશાહીમાં કોઈ એક પક્ષ 400 કે તેથી વધુ બેઠકો જીતે તેવી સંભાવના નથી. તમે ત્યારે જ સીટ જીતી શકશો, જ્યારે જનતા તમને સીટ આપશે. કોઈપણ રાજકીય પક્ષ એવો દાવો કરી શકે નહીં કે તેઓ આગળ વધી રહ્યા છે, અને તમામ બેઠકો જીતી રહ્યા છે. તે અહંકાર કહેવાશે.
મન કી બાત કાર્યક્રમ પર સ્વરા ભાસ્કરે કહીં આ વાત - આ સાથે જ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી સ્વરા ભાસ્કરે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રાની પ્રશંસા કરતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, તે એવા કોઈ રાજકારણીને ઓળખતી નથી જેણે દેશના ખૂણેખૂણે પ્રવાસ કર્યો હોય. મારી જાણકારીમાં એવો કોઈ રાજકારણી નથી કે, જે કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈ સુધી ચાલીને લોકોના વિચારો સાંભળ્યા હોય. કારણ કે, આવા ઘણા રાજકારણીઓ છે, જેઓ આપણને શું લાગે છે તે કહેતા રહે છે.
ઈશ્વરના નામે નફરત ફેલાવવી - સ્વરાએ આગળ એક મહિલાને બુરખામાં ઉભેલી બતાવી અને કહ્યું, હિંદુસ્તાન, જે અમને યાદ છે, હતા અને રહેશે. જ્યાં કોઈ ભેદભાવ નથી. કોણે શું પહેર્યું અને શું નહીં? આપણામાં ભાગલા પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. જે પ્રકારનું નફરતનું રાજકારણ સત્તામાં છે.
આપણી સાથે જૂઠું બોલીને, અમને લલચાવીને, અમને સમજાવીને, તે અમને નફરતનો નશો કરી રહી છે. આપણા ભગવાનનું નામ લઈને જે રીતે નફરત ફેલાવવામાં આવી રહી છે. એ રીતે પાપ થઈ રહ્યું છે. જે રીતે તમે અમારા ભગવાનના નામે મારી રહ્યા છો. તો આનાથી મોટું કોઈ પાપ નથી. હિન્દુ હોવાને કારણે હું સમજું છું. તેથી આપણે તેની સામે લડવું પડશે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
