Laal Singh Chaddha Collection : દેશમાં થઈ રહ્યો છે લાલ સિંહ ચડ્ઢાનો બહિષ્કાર, વિદેશમાં કરી રહી છે ખૂબ કમાણી

આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ને લઈને દેશભરમાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી ગમે તે હોય, પરંતુ અભિનેતાની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઈચ્છા લોકોના મનમાં એવી ઘર કરી ગઈ છે.

Laal Singh Chaddha Collection : આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ને લઈને દેશભરમાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી ગમે તે હોય, પરંતુ અભિનેતાની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઈચ્છા લોકોના મનમાં એવી ઘર કરી ગઈ છે કે, તેની અસર ફિલ્મની કમાણી પર પણ પડવા લાગી છે.

આમિર ખાન છેલ્લા ચાર વર્ષથી આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે અને આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવતા જ લોકોમાં અભિનેતા સામે ગુસ્સો છવાઇ ગયો છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આમીરની ફિલ્મનો જેટલો વિરોધ આ દેશમાં થઈ રહ્યો છે, એટલા જ વખાણ વિદેશમાં થઈ રહ્યા છે.

દેશમાં કમાણી ધીમી

દેશમાં કમાણી ધીમી

'લાલ સિંહ ચઢ્ઢા' ની ઢીલી શરૂઆત બાદ હવે લાગે છે કે, ધીરે ધીરે આ ફિલ્મની કમાણી વધી શકે છે. હા, શરૂઆતના દિવસની સરખામણીએઆ ફિલ્મની કમાણીમાં મોટો ફટકો પડ્યો છે, પરંતુ વિદેશમાં ફિલ્મને જે પ્રકારનો પ્રેમ મળી રહ્યો છે તે જોતા લાગે છે કે, અભિનેતાની ખોટનીભરપાઈ થઈ જશે.

ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 11 કરોડ 70 લાખ, બીજા દિવસે 7.26 કરોડ અને ત્રીજા દિવસે નવ કરોડનો બિઝનેસ કર્યોહતો, પરંતુ આ ફિલ્મ અંગે ચોંકાવનારા આંકડા વિદેશમાંથી આવી રહ્યા છે.

વિદેશમાં કરી ખુબ કમાણી

વિદેશમાં કરી ખુબ કમાણી

આ ફિલ્મ ભલે ભારતીય બોક્સ ઓફિસ પર સારી કમાણી ન કરી રહી હોય, પરંતુ કમાણીના મામલામાં લાલ સિંહ ચડ્ડા ઓવરસીઝમાં ધૂમમચાવી રહ્યા છે.

પહેલા દિવસે એટલે કે ગુરુવારના રોજ ફિલ્મે 8.20 કરોડનો બિઝનેસ કર્યો હતો, બીજા દિવસે ફિલ્મે 13.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્રીજા દિવસે ફિલ્મે 9.40 કરોડ અને ચોથા દિવસે ફિલ્મે 13.25 કરોડની કમાણી કરી હતી. એટલે કે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી લગભગ 43.25 કરોડ થઈ ગઈ છે.

સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ

સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ

boxofficeworldwide.com ના અહેવાલ મુજબ, લાલ સિંહ ચઢ્ઢાને વિદેશી દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝના માત્ર ચારદિવસમાં લાલ સિંહ ચઢ્ઢા વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. એટલું જ નહીં વિદેશમાં આ ફિલ્મનીકમાણીનાં આંકડાએ ભારતીય બોક્સ ઓફિસની કમાણીને પણ માત આપી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X