National Film Award 2023: નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કોને અને કેટલા ગુજરાતીઓ મળશે એવોર્ડ
National Film Award 2023: દર વર્ષની જેમ આ વર્ષે 69મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની શરૂઆત થવા જઇ રહ્યો છે. 24 ઓગષ્ટાના રોજ આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આજે નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવશે.
રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતની બોલબાલા રહી છે. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં ચાર ગુજરાતી ફિલ્મને એવોર્ડ્સ આપવામાં આવશે. જેમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શન, બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ અને બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ડાયરેક્ટરનો એવોર્ડ્સ આપવામાં આવશે.

છેલ્લો શો - ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળશે. આ ફિલ્મને પાન નલીન દ્વારા દિર્ગદર્શિત કરવામાં આવી છે.
બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શન - ગુજરાતી ફિલ્મ દાળ ભાતને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો વિશેષ એવોર્ડ આપવામાં આવશે. ફિલ્મમેકર નેમિલ શાહ દ્વારા બનાવવામાં આવી છે.
ગાંધી એન્ડ કંપનીને મળશે બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ - ફિલ્મ ગાંધી એન્ડ કંપની ને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને સ્વર્ણ કમળ અને 1 લાખ 50 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું.
પંચિકાને બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ડાયરેક્ટરનો એવોર્ડ - આ સાથે બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ડાયરેક્ટરનો એવોર્ડ ફિલ્મ પંચિકાને આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
