Bollywood Biopics 2023 : 2023માં આવશે આ 10 બાયોપીક, હવે થશે બોલીવુડની અસલી કસોટી
વર્ષ 2023માં 10 બોલીવુડ બાયોપીક ફિલ્મો રીલિઝ થવા જઇ રહી છે. આમાંથી ઘણી ફિલ્મો તો એવી છે, જેનાથી લોકસભાની ચૂંટણીમાં ફાયદો અપાવવા માટે બની રહી છે. આજે આપણે 2023માં રીલિઝ થવાવાળી 10 ફિલ્મો વિશે વાત કરશું.
Bollywood Biopics 2023 : સમગ્ર દુનિયામાં બાયોપિક બનાવવામાં ફિલ્મ મેકર્સ પાછા પડી રહ્યા છે. જોકે, બોલીવુડમાં ઘણી બાયોપીક ફિલ્મો બની રહી છે. વર્ષ 2023માં 10 બોલીવુડ બાયોપીક ફિલ્મો રીલિઝ થવા જઇ રહી છે. આમાંથી ઘણી ફિલ્મો તો એવી છે, જેનાથી લોકસભાની ચૂંટણીમાં ફાયદો અપાવવા માટે બની રહી છે. આજે આપણે 2023માં રીલિઝ થવાવાળી 10 ફિલ્મો વિશે વાત કરશું.

ગાંધી ગોડસે - એક યુદ્ધ (26 જાન્યુઆરી 2023)
હિન્દી સિનેમાના જાણીતા નિર્માતા-નિર્દેશક રાજકુમાર સંતોષી નવ વર્ષ બાદ ફિલ્મ 'ગાંધી ગોડસે-એક યુદ્ધ'થી મોટા પડદા પર પરત ફરીરહ્યા છે.
આ ફિલ્મ મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેની વિચારધારાઓના સંઘર્ષ પર આધારિત છે. આ ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્રગુજરાતી ફિલ્મ નિર્દેશક અને અભિનેતા દીપક અંતાણી ભજવી રહ્યા છે, જ્યારે નાથુરામ ગોડસેનું પાત્ર મરાઠી અભિનેતા ચિન્મય માંડલેકરભજવી રહ્યા છે. આ ફિલ્મ ગણતંત્ર દિવસ એટલે કે, 26 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

મિસિસ ચેટર્જી વિ નોર્વે (3 માર્ચ 2023)
'મિસિસ ચેટર્જી વિ નોર્વે' એક માતાની સત્ય ઘટનાથી પ્રેરિત છે. આ માતાએ પોતાના બાળકોને પાછા મેળવવાની હિંમત અને ઈચ્છાશક્તિથીઆખા દેશને હલાવી દીધો હતો.
આ ફિલ્મમાં રાની મુખર્જી એક માતાની મુખ્ય ભૂમિકામાં છે, જે તેના બાળકોને પાછા મેળવવા માટે લડે છે.
આ ફિલ્મ નોર્વેજીયન ફોસ્ટર કેર સિસ્ટમની યાદ અપાવે છે અને તેના બાળકોની કસ્ટડી પાછી મેળવવા માટે NRI માતાની લડત પરઆધારિત છે. આશિમા છિબ્બર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 3 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે.

મેદાન (12 મે 2023)
અજય દેવગન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક 'મેદાન' માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. 1950 થી 60 ના દાયકા સુધીભારતીય ફૂટબોલ કોચ અને ભારતીય રાષ્ટ્રીય ટીમના મેનેજર રહીમની આ સ્ટોરી ખૂબ જ રસપ્રદ હોવાનું કહેવાય છે.
આ ફિલ્મનું શૂટિંગઘણા સમય પહેલા પૂર્ણ થયું છે. આ ફિલ્મ પહેલા 2022 માં રિલીઝ થવાની હતી, ત્યારબાદ તેની તારીખ આ વર્ષે ફેબ્રુઆરીમાં ખસેડવામાંઆવી હતી અને હવે તેની રીલિઝ ડેટ વધારીને 12 મે, 2023 કરવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અમિત રવિન્દ્ર નાથ શર્મા દ્વારા કરવામાંઆવ્યું છે.

સ્વાતંત્ર્યવીર સાવરકર (26 મે 2023)
સ્વાતંત્ર્ય સેનાની વીર વિનાયક દામોદર સાવરકરની બાયોપિક 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ના નામે બની રહી છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડાસ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની ભૂમિકામાં છે.
આ ફિલ્મ પહેલા મહેશ માંજરેકર ડાયરેક્ટ કરવાના હતા, પરંતુ હવે રણદીપહુડ્ડા પોતે જ આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે.
આ ફિલ્મ 26 મે 2023ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા ઉપરાંત અમિતસિયાલ અને અંકિતા લોખંડે લીડ રોલમાં જોવા મળશે.

ઇમરજન્સી (25 જૂન 2023)
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની બાયોપિક 'થલાઈવી' પછી અભિનેત્રી કંગના રનૌત ફિલ્મ 'ઇમરજન્સી'માં પૂર્વ વડાપ્રધાનઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે.
આ ફિલ્મ 1975ની ઈમરજન્સીની સાચી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મના દિગ્દર્શન ઉપરાંતકંગના રનૌત ફિલ્મની લેખક અને નિર્માતા પણ છે. આ ફિલ્મ 25 જૂન 2023ના રોજ રિલીઝ થશે.

કેપ્સ્યુલ ગિલ (30 નવેમ્બર 2023)
જસવંત ગિલે વર્ષ 1989માં રાણીગંજમાં કોલસાની ખાણમાં ફસાયેલા 64 લોકોને બચાવ્યા હતા અને પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમનોજીવ બચાવ્યો હતો.
એવું કહેવાય છે કે તેણે 2.5 મીટર લાંબી સ્ટીલની કેપ્સ્યુલ બનાવી અને તેને બોર દ્વારા ખાણમાં નાખીને કામદારોનેબહાર કાઢ્યા. તેથી જ તેમને કેપ્સ્યુલ ગિલ્સ કહેવામાં આવે છે.
હવે આ ઘટના પર ફિલ્મ 'કેપ્સુલ ગિલ' બની રહી છે, જેમાં અક્ષય કુમાર લીડરોલમાં છે. ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. આ ફિલ્મ 30 નવેમ્બર 2023ના રોજ રીલિઝ થાય તેવી શક્યતા છે.

સામ બહાદુર (1 ડિસેમ્બર 2023)
ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત બાયોપિક 'સેમ બહાદુર'માં વિકી કૌશલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
સાન્યા મલ્હોત્રામાણેકશાની પત્ની સિલ્લુનો રોલ કરી રહી છે અને ફાતિમા સના શેખ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. મેઘના ગુલઝારદ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે.

મૈં અટલ હૂં (25 ડિસેમ્બર 2023)
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક 'મૈં અટલ હૂં' આવતા વર્ષે પુરી થશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અટલ બિહારીવાજપેયીની ભૂમિકા ભજવી રહ્યા છે.
નેશનલ એવોર્ડ વિનર રવિ જાધવ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ અટલ બિહારીવાજપેયીના 99મા જન્મદિવસે 25 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે.

પીપ્પા (2023)
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો બ્રિગેડિયર બલરામ સિંહ મહેતા પર બનેલી બાયોપિક પીપ્પાનું ભાવિ સંતુલિત છે. રાજા કૃષ્ણ મેનનદ્વારા નિર્દેશિત, આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થવાની હતી, પરંતુ ફિલ્મને હજૂ સુધી કોઈ ડિસ્ટ્રીબ્યુટર મળ્યો નથી. આ ફિલ્મમાંઈશાન ખટ્ટર બ્રિગેડિયર મહેતાની ભૂમિકા ભજવી રહ્યો છે.

ચકડા એક્સપ્રેસ (16 ડિસેમ્બર 2023)
બાયોપિક 'ચકડા એક્સપ્રેસ'માં અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવી રહી છે. વિશ્વ ક્રિકેટના ઈતિહાસની સૌથીઝડપી મહિલા ફાસ્ટ બોલરોમાંથી એક ઝુલનના સંઘર્ષ પર આધારિત આ ફિલ્મ સીધી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
ફિલ્મની જાહેરાત બાદકોઈ પણ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ તેના વિશે ઉત્સાહ દર્શાવ્યો ન હતો, તેથી અનુષ્કા શર્માએ શૂટિંગ શરૂ થતાંની સાથે જ તેને સીધીOTT પર રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
