સારા અલી ખાન સાથેના અફેર પર કાર્તિકે મૌન તોડ્યું, કહ્યું- 'હું એક વર્ષથી...'
બોલીવુડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આવા સમયે તેની ફિલ્મ 'લવ આજ કલ 2' દરમિયાન તેનું નામ સારા અલી ખાન સાથે ચર્ચામાં હતું.
બોલીવુડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આવા સમયે તેની ફિલ્મ 'લવ આજ કલ 2' દરમિયાન તેનું નામ સારા અલી ખાન સાથે ચર્ચામાં હતું. જોકે, પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહરે 'કોફી વિથ કરણ'ની આ સિઝનમાં સારા અને કાર્તિકના બ્રેક-અપની પુષ્ટિ કરી છે.

અભિનેતાએ પોતાનું મૌન તોડ્યું
જોકે, આ મામલે કાર્તિક આર્યન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી, પરંતુ હવે અભિનેતાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
હાલમાં જકાર્તિકે તેના બ્રેકઅપના સમય વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, તે એક વર્ષ કરતા વધુ સમયથી સિંગલ છે.

સિંગલ છે કાર્તિક આર્યન
કાર્તિક આર્યને તેના સંબંધમાં હોવાની વાત કરી હતી. જોકે, કાર્તિકે તેની એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન વિશે કોઈપણ રીતે વાત કરવાનોઇન્કાર કર્યો હતો, પરંતુ અભિનેતાએ ચોક્કસપણે જાહેર કર્યું કે, તે વર્તમાન સમયમાં સિંગલ છે.

હું છેલ્લા દોઢ વર્ષથી સિંગલ છું
જ્યારે કાર્તિકને એક ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે, 'કોફી વિથ કરણ'માં આપવામાં આવેલી તેની લવ લાઈફ વિશેના તેના અગાઉનાનિવેદનો ખોટા લાગે છે, તો તેણે કહ્યું, 'હું છેલ્લા દોઢ વર્ષથી સિંગલ છું, તેના સિવાય હું કંઈ વધું કહી શકું તેમ નથી'

કાર્તિકે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું
આ પછી તરત જ કાર્તિક આર્યને પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. જ્યારે અભિનેતાને કહેવામાં આવ્યું કે, તે દોઢ વર્ષથી સિંગલ છે, ત્યારેતેના શબ્દો રેકોર્ડ પર લેવામાં આવી રહ્યા છે. આ પછી અભિનેતાએ કહ્યું, 'હું 1 વર્ષથી સિંગલ છું. હું ધીમે ધીમે સમય ઘટાડવાનો પ્રયાસ કરીરહ્યો નથી.

હું સિંગલ છું. આ જ હકીકત છે
આવા સમયે, જ્યારે 'ભૂલ ભૂલૈયા 2' સ્ટારને પૂછવામાં આવ્યું કે, શું તે હજૂ પણ કહેશે કે, તે તેના કામ સાથે સંબંધિત છે? પછી આ સવાલપર કાર્તિકે કહ્યું કે, 'એવું નથી, પણ હું સિંગલ છું. આ જ હકીકત છે.'

બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા
ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન અને સારા અલી ખાને ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગદરમિયાન બંનેના અફેરની ચર્ચા દરેક જગ્યાએ થઈ હતી.
જોકે, આ ફિલ્મ રિલીઝ થયા બાદ તેમના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવીદીધા હતા.

'લવ આજ કલ 2' બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન
નોંધનીય છે કે, 'લવ આજ કલ 2' એ બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તાજેતરમાં જ તેના શો 'કોફી વિથકરણ'માં કરણ જોહરે સ્પષ્ટતા કરી હતી કે સારા કાર્તિકને ડેટ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
